૧૦મું પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી આમ મેળવી શકે છે આ કંપનીમાં નોકરી

અઠવાડિયામાં ૫ દિવસ મફત જમવાનું,દિવાળી પર ૨૦ દિવસની રજા,દિવાળી બોનસમાં મકાન,કાર,ઘરેણા…આ કંપનીમાં મળે છે આવી સુવિધાઓ

જ્યારે કોઈ માણસ નોકરી કરે છે તો તેને એ નોકરીથી ખૂબ આશાઓ થવા લાગે છે પરંતુ જો તે આશાઓ કંપનીવાળા પૂરી નથી કરતા ત્યારે ત્યાનાં એમ્પલોઈઝ પણ કામમાં ઠાગાઠેયા કરવા લાગે છે.દરેક વ્યકિતને પોતાના કામમાં આઝાદી જોઈએ છે અને તેનો ફાયદો થાય એવી ચીજો થતી રહેવી જોઈએ.પરંતુ દરેક કંપનીઓનાં રૂપ અલગ હોય છે જેના કારણે કોઇને એ જગ્યા પર ફાયદો તો કોઈને નુક્સાન થાય છે. પરંતુ એવી એક કંપની છે જ્યાં કર્મચારીઓની રજાથી લઈને તેની દરેક નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. ૧૦ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી આમ મેળવી શકે છે આ કંપનીમાં નોકરી, જાણો આ અનોખી કંપની વિશે. પોતાની કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ ને દર વર્ષે દિવાળી પર ધમાકેદાર બોનસ આપવાવાળી આ કંપનીનાં માલિક આજ ૫૭ વર્ષનાં થઈ ચૂક્યા છે. સૂરતની હરિકૃષ્ણ ડાયમંડ કંપનીનાંઓ સવજી ઢોલકિયાએ પહેલીવાર પોતાના કર્મચારીઓને મકાન,કાર અને ઘરેણા આપ્યા હતા અને ત્યારે આ સુર્ખિઓમાં આવી ગયા હતા.

કંપનીએ ગત વર્ષે દિવાળી પર ૬૦૦ કર્મચારીઓને કાર અને ૧૧૦૦ કર્મચારીઓને મકાન,બેંકે ફડી અને ઘરેણા ભેટ તરીકે આપ્યા હતા. હવે આ ભારતની એવી કંપની બની ચૂકી છે જ્યાં કામ કરવાનું સપનું દરેક વ્યકિતનું હોય છે અને એવામાં આ કંપનીમાં જોબ એપ્લાઈ કરવા સાથે એમા શું કામ હોય છે તેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ .

આ રીતે કરી શકાય છે હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં એપ્લાઈ

ક્વોલિફિકેશન અને અનુભવજો તમે પણ આ જ કંપનીમાં કામ કરવા ઈચ્છો છો તો તમારા પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ પરંતુ કંપનીમાં જોબ કરવા માટે ૧૦મું અને ૧૨મું પાસ લોકો પણ એ પ્લાઇ કરી શકે છે. વાત કંઈક એમ છે કે કંપનીની પોલિસી મુજબ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જોબ માટે ક્વોલિફિકેશનથી વધારે ડાયમંડના કામ વિશે જાણકારી હોવી જોઈએ. જો કોઇ ૧૦મું પાસ છે,પરંતુ તેને ડાયમંડનાં પ્લાનિંગ,કટિંગ અને પોલિશીંગનો અનુભવ છે, તો તેને અહી જોબ સરળતાથી મળી શકે છે.

આ રીતે કરો એપ્લાઈ આ કંપનીમાં એપ્લાઈ કરવા માટે તમારા પાસે કંપનીમાં કામ કરનાર લગભગ ૮૦૦૦ એમ્પલોઇમાંથી કોઈ એકનો રેફરન્સ હોવો જરૂરી છે. જો તમારા પાસે રેફરન્સ નથી ત્યારે તમે એ પ્લાઈ નહિ કરી શકો. જ્યારે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીનો રેફરન્સ હોય છે ત્યારે એ પ્લીકેંટથી એક ફોર્મ ફિલ થાય છે અને જેમા તેને બધી માહિતી આપવી પડે છે.

આ ફોર્મનાં આધાર પર જ આગળ ઈન્ટરવ્યુ લેવામાં આવે છે અને ત્યાં જ મુંબઈ સ્થિત એક્સપોર્ટ યૂનિટ માટે વેબસાઇટ પર જઈને એપ્લાઈ કરી શકો છો.

અહી કરિયર કેકોન્ટેક્ટ અસમાં જઈને તમે પોતાનું રિઝ્યૂમ મોકલી શકો છો. કંપની પાસે લગભગ ૩૦૦૦ એડવાન્સ રિઝ્યૂમ પડેલા છે.

પગાર સાથે પ્રોફિટ પણઆ ડાયમંડ કંપનીમાં દરેક પોસ્ટ માટે અલગ પગાર નિર્ધારિત કરવામાં આવેલ છે. એમ્પલોઈ ૩૫ હજાર રૂપિયા સુધીની દર મહિને કમાણી સરળતાથી કરી શકે છે કારણ કે કંપની રેવન્યુ મોડ પર કામ કરે છે આવામાં જો કોઈ કર્મચારીનું કામ સારું છે તો તેનું પ્રોફિટ પણ તેને આપવામાં આવે છે. જેના ચાલતા તે ૧ લાખ રૂપિયા સુધીની કમાણી દર મહિને કરી લે છે. અહી આવા પણ ઘણા કર્મચારી છે જેમની મહિનાની સેલેરી ૫ લાખ રૂપિયા સુધી છે.

કર્મચારીની શિફદટ સોમવારથી શનિવાર સુધી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને અહીં પર જોબ છોડવા વાળા એમ્પલોઈનો વાર્ષિક રેશિયો ૧૦% થી પણ ઓછો છે .

આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે કંપની૧.દર વર્ષે એ મ્પલોઇને ૧ લાખ રૂપિયાનો મેડિકલ અને ૧ કરોડ રૂપિયાનો ડેથઈંશ્યોરંશ આપવામાં આવે છે.

૨.દર વર્ષે બે ફ્રી યુનિફોર્મ અને હેલમેટ આપવામાં આવે છે.એમ્પલોઇ માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.

૩.ક્રિકેટ ગ્રાઉન્ડ,સ્વિમિંગ પૂલ,જીમ અને યોગા સેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે .

૪.એમ્પલોઈનાં બાળકોની સ્કુલ ફી અને બુક્સનો ખર્ચિ પણ કંપની જ આપે છે.

૫.સોમવારથી શુક્રવાર ફ્રી લંચ આપવામાં આવે છે અને ત્યાં જ શનિવારે ટિફિન ડે હોય છે.

૬.દર ૩ વર્ષે એ મ્પલોઈનાં પેરેન્ટસને હરિદ્બારની ટ્રીપ કરવવામાં આવે છે,જેમાં લગભગ ૧ હજાર પેરેન્ટસ શામેલ હોય છે.

૭.નવરાત્રિ ,હોળી સહિત બધા તહેવાર પર રજાઓ રહે છે અને દિવાળી પર બધાને ૨૦ દિવસની રજા આપવામાં આવે છે.

૮.સમર વેકેશન માટે પણ ૧૦ દિવસની રજા મળે છે.

કંપનીનાં યૂનિટ ક્યાં ક્યાં ફેલાયેલા છે

સૂરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યૂનિટ ઈચ્છાપોર ડાયમંડ જ્વેલરી પાર્ક અને વરાછામાં સ્થિત છે. વરાછા યૂનિટ લગભગ ૫૭ હજાર સ્કેવરફૂટ વિસ્તાર અને ઇચ્છાપોરનું યૂનિટ લગભગ ૧.૪ લાખ સ્કવેરફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે.ઈચ્છાપોરમાં ૩૬૦૦ અને વરાછામાં ૨૨૦૦ એ મ્પલોઈ કામ કરે છે અને આના સિવાય તેમની ઑફિસ મુંબઈની સાથે સાથે દેશની બહાર હોંગકોંગ ,દુબઈ,બેલ્જિયમમાં પણ રહેલી છે.