દસ મહિનાના બાળક સાથે બની એવી ઘટના કે આંખો થઇ ગઇ બંધ અને પછી..

નાગરિક હોસ્પિટલની વ્યવસ્થાઓ છે કે જે સુધરવાનું નામ જ નથી લઈ રહી. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં બેદરકારીના કેટલાક મોટા મામલાઓ સામે આવી ચૂક્યા છે. હાલમાં એક મામલો કૌશિક નગરના નિવાસી નિશાંતનો છે. નિશાંતના દસ મહિનાના ભત્રીજાને નાગરિક હોસ્પિટલના ફાર્મસી સ્ટાફએ ચિકિત્સક દ્વારા લખવામાં આવેલી દવા બદલીને આપી દીધી.

image source

બાળકને જિંકની દવાને બદલે ઊંઘની દવા આપી દીધી જેનાથી તે બાળકે ૨૪ કલાક પછી પણ આંખો ખોલી નહિ. જો કે બાળકની સ્થિતિ હવે યોગ્ય જણાવી રહ્યા છે. બાળકના પરિવારના સભ્યોનો આરોપ છે કે આ બાબતની ફરિયાદ કરવા માટે તેઓ નાગરિક હોસ્પિટલ ગયા હતા પરંતુ સિવિલ સર્જનને મળવા દેવામાં આવ્યા નહિ. બે કલાક રાહ જોઈને તેઓ પાછા ફર્યા. અત્યારે સ્કીમ નંબર.૧૯ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં બાળકનો ઉપચાર ચાલી રહ્યો છે.

૧૦ મહિનાના પર્વના કાકા નિશાંત જણાવે છે કે ગુરુવારના રોજ ખૂબ તાવના લીધે બાળકને બતાવવા નાગરિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહિયાં ડોક્ટરે પાંચ પ્રકારની દવા લખી આપી. એમાંની એક દવા જિંકની હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે ફાર્મસી સ્ટાફએ જિંકની દવાના બદલે ઓલોજાપાઈન દવા આપી દીધી. આ દવા દર્દીને ઊંઘ માટે આપવામાં આવે છે.

image source

બુધવાર બપોર પછી ત્રણ વાગ્યા આપવામાં આવી હતી. દવા આપ્યાના થોડાક સમય પછી જ પર્વ સૂઈ ગયો. તેઓ ત્યારે હેરાન થયા, જ્યારે કેટલાક કલાકો પછી પણ બાળક ઉઠ્યો નહિ. આ કારણથી પર્વને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ ખાનગી હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરે પર્વની તપાસ કરી ત્યારપછી ડોક્ટરે જણાવ્યું કે પર્વને જે દવા આપવામાં આવી છે તે ઊંઘની દવા છે. આના લીધે નિશાંત જ્યારે શુક્રવાર સવારે ફરિયાદ લઈને નાગરિક હોસ્પિટલ પહોંચ્યા.

દસ એમજીની ગોળી, વયસ્ક વ્યક્તિ માટે પણ ખતરનાક.:

નાગરિક હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું છે કે બાળકને દસ એમજીની ઓલોજાપાઈન ગોળી આપવામાં આવી છે. વયસ્ક વ્યક્તિને પણ આ ગોળી અડધી જ આપવામાં આવે છે. જે લોકો ડ્રગના વ્યસની હોય છે, તે લોકો આખી ગોળી લેતા હોય છે. આવામાં આ ગોળી દસ મહિનાના બાળક માટે ખૂબ જ ખતરનાક થઈ શકતી હતી.

આપવામાં આવી છે ઊંઘની ગોળી:

image source

સવારે બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરિવારજનોને એક ગોળીનું પત્તું બતાવવામાં આવ્યું અને બતાવીને તેમાંથી એક ગોળી આપવામાં આવી છે. આ ગોળી ઊંઘની હતી. ગોળી ક્યાંથી લાવ્યા છે તેની જાણકારી નથી પરંતુ આ ગોળીના કારણે બાળક ઊંઘમાં છે. જો કે વચ્ચે તે ઉઠી ગયો હતો. દૂધ પીધું અને રમ્યો પણ છે. આવતીકાલ સુધીમાં પર્વ પૂરી રીતે સ્વસ્થ થઈ જશે. ડૉ. સુરેશ જૈન, ખાનગી હોસ્પિટલના ડૉક્ટર.

ખૂબ જ ખતરનાક છે દવા:

image source

આ દવા ખૂબ ખતરનાક છે. ડૉક્ટરની સિફારીશ વગર કોઈ મેડિકલ સ્ટોર પરથી દવા આપવામાં આવતી નથી. દસ મહિનાના બાળક માટે આ દવા જીવલેણ સાબિત થઈ શકે છે. દરેક દવાનો લોહીમાં રોકાવાનો એક સમય હોય છે. જેમ જેમ દવાની અસર ઓછી થતી જશે તેમ તેમ બાળક ઠીક થઈ જશે, પરંતુ આ દવાનો નકારાત્મક પ્રભાવ મસ્તિષ્ક પર થઈ શકે છે. આની અસર પાછળથી જ ખબર પડી શકે છે. ડૉ. સુશીલ મંગલા, મહાસચિવ આઇએમએ.

સતત થઈ રહી છે બેદરકારી:

નાગરિક હોસ્પિટલમાં સતત બેદરકારી થઈ રહી છે. લગભગ એક મહિના પહેલા જ એક બાળકના પિતાની સાથે ડોક્ટરનો અભદ્ર વિડીયો વાઇરલ થઈ ચૂક્યો છે. એનાથી કેટલાક દિવસ પહેલા એક નવજાત બાળકના પોસ્ટમોર્ટમને લઈને વિવાદ થયો, જેમાં ખુદ વિધાયક ડૉ.કૃષ્ણ મિધ્ઢા સુધીને પણ હોસ્પિટલમાં આવવું પડ્યું. આનાથી પહેલા એક મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે રોહતક મોકલી દેવામાં આવ્યો હતો, જેના પર રોહતક પીજીઆઈએ આપત્તિ દર્શાવી. એ મહિલાનો શબ બે દિવસ સુધી ચક્કર કાપતું રહ્યું હતું.

નથી મળી ફરિયાદ:

image source

આની ફરિયાદ નથી મળી. જો કે એક વ્યક્તિ આવ્યા હતા અને મૌખિક રૂપ થી આ પ્રકારની વાત જણાવી પરંતુ લેખિત ફરિયાદ માટે જ્યારે કહેવામાં આવ્યું છે. ત્યારે તેઓ ફરીથી આવ્યા જ નહિ. આની તપાસ કરવામાં આવશે. ડૉ. જયભગવાન જાટાન, સિવિલ સર્જન.

કરવામાં આવશે સખત કાર્યવાહી:

આ મામલામાં ફક્ત બેદરકારી જ નથી, બાળકના જીવથી જોડાયેલ છે. હું સવારે સાડા દસ વાગે ફરિયાદ લઈને સિવિલ સર્જન કાર્યાલયે ગયો હતો પરંતુ મને સિવિલ સર્જનને મળવા દેવામાં આવ્યો નહિ. ઉપરાંત સીએમઓને પણ મળવા દેવામાં આવ્યો નહિ. થાકીને હું બપોરે સાડા ૧૨ વાગે પાછો આવી ગયો. આ મામલો ખૂબ ગંભીર છે. આમાં કાર્યવાહી કરવામાં આવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ