દિવસ દરમિયાન ફક્ત ૧૦ જ મિનિટ એ વી કસરત કરો કે તમારા શરીરની ચરબી ઝડપથી ઓગળી જાય!

આપણી જીવનશૈલી એકદમ ફાસ્ટ અને અનિયમિત થઈ ગઈ છે. દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલો વ્યસ્ત રહે છે કે તેને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે પણ પૂરતો સમય નથી મળતો.
દરેક વ્યક્તિ સફળ થવા ઇચ્છે છે અને આરામદાયક કે વૈભવી જીવન જીવવા માગે છે. પરંતુ આવું જીવન તો જ કામનું રહેશે જ્યારે તમે મળેલો વૈભવ અને સફળતાને સ્વસ્થ રહીને માણી શકશો.

તમે જો વારંવાર બીમાર પડી રહેશો કે તમારા ભારે વજનને લીધે ક્યાંય હરી – ફરી શકશો નહીં તો તમને એ કમાયેલા પૈસા અને સુખ સગવડોનો કોઈ અર્થ નહીં રહે.
આવો, તમને કેટલી એવી સરળ કસરતો જણાવીએ જે તમારે દિવસમાં માત્ર ૧૦ જ મિનિટ કરવાની રહેશે. આ કસરતોના સ્ટેપ એકદમ સરળ છે અને તેને લીધે શરીરને કોઈ પીડા પણ નહીં થાય.

બલ્કે તેને કારણે તમારું આળસ ઉડી જશે અને શરીર આખો દિવસ સ્ફૂર્તિલું રહેશે. આ કસરતોને લીધે ઝડપથી શરીરમાં ભેગી થયેલી ચરબી પણ ઓગાળવામાં મદદરૂપ રહેશે.
આવો, કેટલીક સરળતાથી ઘરમાં જ કસરતોના સ્ટેપ જોઈએ. આ કસરતો કરીને તમે જિમમાં જવા જેવી ફિટનેસ મેળવી શકશો અને એ પણ માત્ર દરરોજ ૧૦ જ મિનિટ કરીને.
૧. જંપીંગ જેક
આ કસરત તમને તમારા બાળપણની યાદ અપાવશે. આ કરવાથી તમારા શરીરમાં શક્તિ અને સ્ફ્રૂર્તિનો સંચાર થશે. શરીરમાં ઊર્જા આવશે અને તમને એકદમ તાજગી અનુભવાશે.
આખા શરીરના સ્નાયુઓ છૂટાં પડશે અને ઝકડાયેલા શરીરને આરામ મળશે. રાતે સૂઈને સવારે જો શરીર ભારે લાગે તો આ કરસરત કરવાની તમને મજા આવી જશે.
સ્ટેપ

– બંને હાથને સાથળ પાસે લાવીને સીધા ઊભા રહો.
– તમારા બંને પગને સમાંતર રાખીને સીધા ઊભા રહો.
– પગના અંગૂઠા પર જરા વજન ટેકવાય એ રીતે ઉપરની તરફ શરીરને ઊંચું કરો.

– ધીમે ધીમે પગના પંજા પર શરીરનું વજન આવે એમ કુદકા મારો.
– કુદકા મારવાની સાથે બંને હાથ પણ થાપા પાસેથી લઈને માથા સુધી ઉપર લઈ ઊંચા – નીચા કરો.
૨. પર્વતારોહણ સ્ટેપ
આ કસરતમાં ઊંધું સૂઈને શરીરને પગના પંજા અને હાથની હથેળી પર ટેકવવાનું રહેશે. શરીરને એ રીતે ઊંચું કરવાનું રહેશે કે જાણે એવું લાગે કે કોઈ પર્વતનો આકાર બન્યો હોય.
એવું પણ લાગશે કે તે વ્યક્તિ ટ્રેકિંગ કરી રહ્યો હોય. આ કસરતને કારણે છાતી, ગોઠણ, કમર અને ગરદનને તાણ મળશે અને તેના સ્નાયુઓને યોગ્ય ખેંચાણ મળવાથી શરીરને આરામ મળશે.
સ્ટેપ

– જમીન પર પાથરણું પાથરીને દાઢીને જમીન પર અડકાવીને ઊંધા સૂઈ જવું.
– શરીરનું વજન હથેળી અને પગના પંજા પર આવે તેમ ઉપરની તરફ ઉંચવું.
– એક હાથને અદ્ધર કરીને બીજાને જમીન પર ટેકવવું.

– બીજા પગને ગોઠણથી વાળીને અદ્ધર કરવો.
– સાથે કમરને થોડી ઊંચી કરીને વાળવી.
– બીજા હાથ અને પગ સાથે આ કસરત વારા ફરતી કરવી.

– શરીરના વજનનું બેલેન્સ જળવાય અને દુખાવો ન થાય તેનું ધ્યાન રાખવું.
– શરીરને ઊંધા સૂઈ દાઢી ટેકવી રીલેક્ક્ષ કરવું.
૩. સ્કવોટ પોઝિશન
આ એક એવો સ્ટેપ છે જેને તમે ક્યારેક જાપાનિઝ કુશ્તીબાજોને કરતાં જોયા હશે. આ કરવાથી સાથળના સ્નાયુઓ, કોણી અને ખભાના જોઈન્ટ્સ અને ગરદનની નસોને તાણ મળવાથી તે વધારે મજબૂત બને છે અને તે જો ઝકડાઈ ગયા હોય તો આરામ મળે છે.
જો કે આ પોઝિશનથી આખા શરીરને કસરત મળે છે જે એક કમ્પલિટ એક્સરસાઈઝ સ્ટેપ છે.
સ્ટેપ

– જમીન પર પાથરણું કે એક્સરસાઈઝ મેટ પાથરીને તેના ઉપર સમાંતર ઊભા રહો.
– હવે બંને પગના સાથળોને વિરુદ્ધ દિશામાં પહોળા કરો.
– કમરથી થોડા નીચેની તરફ ઝૂકવાનું રહેશે સાથે હાથના પંજાને એક એક ગોઠણ પર ટેકવો.
– આ રીતે સ્થિત થયા બાદ બંને હથેળીને હાથ જોડીને એકબીજાંમાં આંગળીઓ પરોવીને પાંચથી દસ સેકન્ડ હોલ્ડ કરો.

– ફરી હાથ ગોઠણ પર લઈ કમર ઉપરની તરફ લો.
– સીધા ઊભા રહીને પગનું અંતર ધીમે ધીમે ઓછું કરીને સમાંતર કરી ભેગા કરી દો.
શરીરને વધુ કષ્ટ આપીને આ સ્ટેપ નથી કરવાનો. જો તમને એ કરવું ફાવે તો ૫ કે દસ વખત કરી શકો છો. જેથી આખા શરીરને તેનો લાભ મળે.
૪. ફેફસાં માટેની ખાસ કરસત
આ કસરત કરવાથી શરીરના તંગ સ્નાયુઓને આરામ મળે છે, ચરબી પણ ઘટે છે સાથોસાથ તેના લીધે શ્વસન ક્રિયામાં જેમને તકલીફ પડતી હોય અને અસ્થમા જેવા દર્દ હોય તેમને માટે ખૂબ ઉપયોગી છે.
તેઓના ફેફસાં મજબૂત થાય છે અને આખા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
સ્ટેપ

– એક પગના પંજાને ગોઠણથી વાળીને બીજા પંજાને જમીન પર સીધું ટેકવું.
– બંને હાથોને કમર પર રાખીને શરીરનું બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરવો.
– આ સ્ટેપ બીજા પગ સાથે પણ કરવો.

– ઓછામાં ઓછું પાંચથી દસ વખત કરવાથી આખા શરીરને તેનો લાભ મળે છે.
જો આ સ્ટ્રેચ એક્સરસાઈઝથી તમને શરીરમાં કોઈ તકલીફ થાય કે દુખાવા થાય તો ન કરવું જોઈએ. સહન થાય તેટલી જ અને થઈ શકે એવી જ કસરતો કરવી જોઈએ.

તેમ છતાં દિવસમાં માત્ર ૧૦ જ મિનિટ અને તે પણ વહેલી સવારે આ કસરતો કરશો તો તમને વજન અને સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો ચોક્કસ દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ