બરફના આ 10 ફાયદા જાણી તમે ચોંકી જશો…

બરફના આ 10 ફાયદા જાણી તમે ચોંકી જશો

1. કડવી દવા ગળતા પહેલાં મોઢામાં બરફનો એક ટુકડો મુકી દો, દવા કડવી નહીં લાગે.
2. જો તમે ખુબ ખાઈ લીધું હોય અને ખાવાનું પચી ન રહ્યું હોય તો બરફનો નાનકડો ટુકડો ખાઈ લો. જમવાનું તરત જ પચી જશે.

3. જો તમારી પાસે મેકઅપનો પણ સમય ન હોય અથવા તો તમારી ત્વચા ઢીલી થઈ ગઈ હોય તો બરફનો એક નાનો ટુકડો લઈ તેને કોઈ સુતરાઉ કપડામાં લપેટી તમારા ચહેરા પર રગડો. તેનાથી તમારા ચહેરાની ત્વચા ટાઇટ થઈ જશે અને તમારા ચહેરા પર એક અનેરી રોનક આવશે.
4. પ્લાસ્ટિકમાં બરફનો ટુકડો લપેટી માથા પર રાખવાથી માથાના દુઃખાવામં રાહત મળે છે.
5. જો તમને શરીરમાં ક્યાંય વાગ્યું હોય અને લોહી વહી રહ્યું હોય, તો તે જગ્યાએ બરફ રગડવાથી લોહી વહેવું બંધ થઈ જાય છે.
6. કાંટો વાગ્યો હોય તો તે જગ્યા પર બરફ લગાવી તે ભાગને સુન્ન કરી દો, કાંટો કે ફાંસ સરળતાથી નીકળી જશે અને પીડા પણ નહીં થાય.
7. આંતરીક એટલે કે બેઠો માર વાગ્યો હોય તો તેના પર બરફ રગડવાથી લોહી નથી જામતું અને પીડા પણ ઓછી થાય છે.
8. નાકમાંથી લોહી આવે એટલે કે નસકોરી ફાટે ત્યારે બરફને સુતરાઉ કપડામાં લઈ નાકની ચારે તરફ રગડો. થોડીવારમાં લોહી નીકળવું બંધ થઈ જશે.

9. ધીમે ધીમે બરફનો ટુકડો ચૂસવાથી ઉલટી બંધ થઈ જાય છે.
10. પગની એડીમાં ખુબ પીડા થતી હોય તો તેના પર બરફનો ટુકડો રગડવાથી રાહત મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
આ માહિતી શેર કરો દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી