૨૫ મીનિટમાં ૨૫ પ્રશ્નોનાં જવાબ આપીને બન્યો IES

દુનિયામાં વગર મહેનતે કોઈ સફળતા હાથ નથી લાગતી. જેવી મહેનત તેવું પરિણામ, આવું જ કઈક પ્રતાપગઢનાં અનુરાગ સાથે થયું છે. UPSC એન્જિનિયરિંગ સર્વિસનું રીઝલ્ટ જાહેર થયું અને જેમાં આ વર્ષે IESની પરીક્ષામાં ૫૦૦ ઉમેદવારોએ સફળતા પ્રાપ્ત કરી છે. પ્રતાપગઢનાં રહેવાસી અનુરાગ ગુપ્તાએ આ પરિક્ષામાં પાસ થઈને તેમના જિલ્લાનું નામ રોશન કર્યું છે. IESની પરિક્ષામાં અનુરાગ સેક્ન્ડ અટેમ્ટમાં એક્ઝામ ક્લિયર કરીને ૯૫મો રેન્ક મેળવ્યો છે. અનુરાગએ જણાવ્યું હતું કે ૨૫ મિનિટની મુલાકાતમાં ૨૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેઓએ આમાંના કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો શેર કર્યા છે.

અનુરાગની મહેનત અને અંગત જીવન વિશે જાણવા માટે આગળ વાંચતા રહો.

પિતાનાં ટ્રાન્સફરની સાથે વિવિધ અભ્યાસ શરુ કર્યુ

અનુરાગના પિતા શ્યામલાલ ગુપ્તા કૃષિ વિભાગમાં કામ કરે છે. તેમનું ટ્રાન્સફર સતત થતું રહ્યું હતું. એટલા માટે અનુરાગનું ઍડ્જ્યુકેશન પિતાનાં સ્થળાંતર સાથે જુદા જુદા સ્થળોએ થયું.
કૌશબી ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિરમાં  ૧ થી ૪ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. જૌનપુરમાં ૫ થી ૮ ધોરણ સુધીનું ભણતર થયું અને જૌનપુર ખાતે આવેલ  જવાહર નવોદય વિદ્યાલયમાં ૯ થી ૧૨ ધોરણ સુધી અનુરાગ ભણ્યો. તેણે બીટીકે-આઇઆઇટી દિલ્લીમાં પૂર્ણ કર્યુ અને તેમાં ૭૬.૯૬ %થી પાસ થયો હતો.

સફળતાનો શ્રેય પરિવારને આપ્યો
પરિવારમાં બધા લોકો મારી સફળતા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. દરેક રીતે મદદ કરતા હતા એટલે જ આ સફળતાનું ક્રેડિટ ફેમિલીનાં દરેક સદસ્યને આપું છે. પિતા શ્યામ લાલ ગુપ્તા, માતા આશા ગુપ્તા (ગૃહિણી), મોટાભાઈ સુનિલ ગુપ્તા (કારોબાર), બહેન વંદના ગુપ્તા (BDS), ભાઇ લવકુશ ગુપ્તા (સહાયક પ્રોફેસર, પુણે), શિલ્પા ગુપ્તા (બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં) અને નાના ભાઇ સચિન ગુપ્તા (હાલના એમ.બી.બી.એસ.થી એ.આઈ.એમ.એસ., થર્ડ યર વિદ્યાર્થી)માં છે. આ સાથે કંચન ઠાકુર સરની ગાઈડલાઈન પણ સફળ થવામાં કામ લાગી.

UPSC પહેલા લાખોની જોબ ઠુકરાવી
અનુરાગએ જણાવ્યું હતું કે બીટેક પૂર્ણ થયા બાદ તરત જ નોકરીની ઑફર મળી હતી. ૬.૨ લાખનો સારો પેકેજ ઓફર થયો હતો, પરંતુ નોકરી છોડીને IES માટે તૈયાર કરી. હાલમાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં એન્જિનિયર બનવાની ઓફર પણ આવી છે. જ્યાં મને ૧૧ લાખની ઓફર આપવામાં આવી હતી.

અભ્યાસનાં કારણે ગર્લફ્રેન્ડ બનાવી નહીં

અનુરાગે હજુ સુધી લગ્ન કર્યાં નથી અને UPSCની તૈયારી કરવામાં દિવસનાં આશરે ૯ થી ૧૦ કલાક પ્રેક્ટિસમાં લાગી જાય છે . દિવસ દરમિયાનનું કાર્યક્રમ એવું હોય છે કે અન્ય વસ્તુઓ માટે સમય નથી મળતો, એટલા માટે મેં ગર્લફ્રેન્ડ પણ ન બનાવી. આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી એટલે આવો કોઈ વિચાર પણ નથી આવતો.

એકઝામમાં પૂછાયેલા અમુક પ્રશ્નો.

–  તમે નવોદય વિદ્યાલયથી અભ્યાસ કર્યું છે, તે ક્યારે બની અને તેનો ઉદ્દેશ્ય શું છે?
૧૯૮૬માં બની છે અને તેમાં ગરીબ પ્રતિભાશાળી બાળકોને પસંદ કરીને તેમને ઉતીર્ણ શિક્ષણ આપવામાં આવે છે.

–  લેન્ડ સ્લાઈડિંગનાં સમયે તમે શું મદદ કરી શકો છો?
આ સમસ્યાને રોકવા માટે નાની-નાની ખાઈ ખોદીને પાણીને ડાઈવર્ટ કરીશ.

–  ભૂકંપનાં સમયે ટેબલ ઓછામાં ઓછું હલે તેનાં માટે શું કરશો?
બેઝ આઈસોલેશનનો ઉપયોગ કરીશું. ટેબલની પ્લાય અને તેનાં પાયાનાં જોડને ફ્લેક્સિબલ રીતે જોડિશું.

–  પૂરને રોકવાની કઈ તકનીક છે?
તળાવ બનાવવું, ચેનલ સુધારવી, નદીનાં બન્ને કિનારા તટબંધ બનાવવું, કામ ચાલુ સંગ્રહ કરીને

–  ભારતીય ફુટબોલ ટીમનાં કેપ્ટનનું નામ અને ભારતની ફીફા રેંકિંગ?
કેપ્ટન સુનીલ છેની અને ફીફામાં ૯૬ રેંક.

– જંસ્કાર પર્વત શ્રેણી ક્યાં છે?
જમ્મુ-કશ્મીરમાં લદ્દાખ પાસે

– જીપીએસ શું છે?
આ ટેકનીકમાં આપણને કોઈ પણ જગ્યાની પોઝિશન અને સ્પીડની જાણકારી મળી જાય છે. નેવિગેશન અને સર્વેમાં યૂઝ થાય છે.

– બેઝમેન્ટમાં સીપેજ અને રિસાવનાં શું કારણ છે?
વરસાદ, પાણીનું લેવલ વધવું, વૉટર પ્રૂફ ન હોવું, પાણીનાં નિકાસની વ્યવસ્થા સારી ન હોવાથી

–  ડિરેલમેન્ટ રોકવા માટે શું કરશો?
આપણે મેન્ટેનન્સ ઉપર વધારે ધ્યાન આપવું પડશે તથા પુરાણી રેલ પટરીને બદલવી પડશે

– ગ્રીન બિલ્ડિંગનાં ઓબ્જેક્ટિવ બતાવો
પાણીનો યોગ્ય વપરાશ, ઓછો કચરો કરવો, વિજળીનો ઓછો વપરાશ
અક્ષય ઉર્જાનો પ્રયોગ

–  ભૂકંપને માપવાનો સ્કેલ જણાવો
રિક્ટર સ્કેલ, મરકાલી સ્કેલ

– તાજ મહેલમાં કઈ ફાઉન્ડેશન છે?
લાકડીની પાઈલ ફાઉન્ડેશન છે

– દિલ્લીની મેટ્રોમાં કઈ ફાઉન્ડેશન છે?
પાઈલ ફાઉન્ડેશન બ્રિજ ઉપર અને અંડર ગ્રાઉન્ડ પાર્ટમાં સ્લેબ (રાફ્ટ) ફાઉન્ડેશન છે.