૧૦૦ કરોડની મિલકતનો માલિક છે આ બોલીવુડ સ્ટાર…ક્યારેક તેનાં પિતા આ કામ કરતા હતા

બોલીવુડનાં સ્ટાર્સ પાસે કરોડોની મિલકતએ ખૂબ જ સામાન્ય વાત  છે. ક્યારેક તેમનાં આલીશાન બંગલાની અને ક્યારેક તેમનાં વિલાની તો ક્યારેક તેમનાં ફાર્મ હાઉસની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. આપણે પણ તેમની મિલકત જોઇને આકર્ષિત થઇ જતા હોઈએ છીએ. પણ આ ઇન્ડસ્ટ્રિ એવાં સ્ટાર્સ પણ છે જેઓ ફિલ્મ સાથે અગાઉ કોઈ જ સંબંધ નથી હોતો, તે છત્તા પણ તેમણે બોલીવુડમાં પોતાની અલગ એક છાપ છોડી છે. સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણે, ક્રીતી સેનન અને પ્રિયંકા ચોપડા જેવી અનેક હસ્તીઓ છે જે લોકો અન્ય ક્ષેત્ર માંથી પોતાનાં એક્ટિંગનાં શોખને કારણે ફિલ્મ જગતમાં પ્રવેશ્યા છે અને પોતાનો સિક્કો પણ જમાવ્યો છે. સ્ટાર્સ એક્ટિંગ સિવાય પણ પોતાનો સાઈડ બિઝનેસ કરતાં હોય છે. જે અંગે બધાને ખબર નથી હોતી.

 

આવા જ એક સ્ટારની સંપત્તિની વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ, જે અંગે તમને જાણ નહીં હોય.૧૦૦ કરોડની મિલકત તેનાં માલિકે પોતાની મહેનતથી ઉભી કરી છે. આ મિલકતનો માલિક બીજુ કોઈ નહીં પણ બોલીવુડનો ડેશિંગ સ્ટાર સુનીલ શેટ્ટી છે. તે એક બેસ્ટ એકટર તો છે જ પણ તે એક સક્સેસફૂલ બિઝનેસમેન પણ છે.

૯૦ દશકનો સુપર હીરો અને એક સફળ બિઝનેસમેન સુનીલ શેટ્ટીનો ૧૧ ઓગસ્ટનાં રોજ ૫૬મો જન્મ દિવસ હતો. તેમનાં વિશે કે મહત્વની વાત એ જાણવાં જેવી કે તેઓ એ સ્ટાર્સ માંથી છે જેમનો કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ નથી. દૂર દૂર સુધી તેનાં પરિવારમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રિથી બીલોંગ નથી કરતું. તે છત્તા પણ તેણે બોલીવુડમાં પોતાની એક અલગ છાપ છોડી છે.

અંગત જીવનમાં સુનિલ શેટ્ટી પોતાનાં પિતાની ખૂબ જ નજીક હતાં. એક ઇન્ટરવ્યૂમાં સુનીલે જણાવ્ય્ં હતું કે એક સમયે તેમનાં પિતા વીરપ્પા શેટ્ટી રેસ્ટોરન્ટમાં પ્લેટ સાફ કરવાનું કામ કરતાં હતાં. ૨૦૧૩માં પોતાનાં સ્ટોર લૉન્ચનાં સમયે તેણે કહ્ય્ં હતું કે આ એજ જગ્યા છે જ્યાં મારા પિતા કામ કરતા હતાં.

 

સુનિલનાં પ્રમાણે તેનાં પિતા એ ૯ વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરુ કરી દિધું હતું. જીવનમાં લાંબા સ્ટ્રગલ બાદ ૧૯૪૩માં વીરપ્પા શેટ્ટીએ એક આખી બિલ્ડિંગ ખરીદી હતી. જે વર્લિમાં આવેલ ફોર સીઝન હોટલની બાજુમાં છે.

 

અત્યાર સુધી સુનિલે લગભગ ૧૧૦ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘હેરા ફેરી’, ‘ફિર હેરા ફેરી’, ‘ ધડકન’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ભાઈ’ અને ‘ ગોપી કિશન’ જેવી ફિલ્મ શામેલ છે. તેણે સાઈડ બિઝનેસમાં પણ ખૂબ તરક્કી કરી છે. દર વર્ષે આશરે તે ૧૦૦ કરોડ રુપિયાની કમાઈ કરે છે.

 

તેનો ૬૨૦૦ સ્કવેર ફીટમાં બનેલ એક વિલા પણ છે. આ લગ્ઝ્યૂઅરિઅસ વિલા મુંબઈથી ૨ ક્લાકની દૂર  ખંડાલામાં સ્થિત છે. આ વિલાનું આર્કિટેક્ટ જૉન અબ્રાહમનાં ભાઈ એલન એ કર્યું હતું.

 

 

આ વિલામાં પ્રાયવેટ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, એક ડબલ હાઈટનો લિવિંગ રૂમ, ૫ બેડરૂમ અને કિચન છે. જેનો હાય લાઇટ પૉઇન્ટ ડાઈનિંગ રૂમ છે જે પૂલ સાથે જોડાયેલો છે. લુકમાં આ વિલા એકદમ બ્યૂટિફૂલ અને વન્ડર્ફુલ છે. જે એક હોલીવુડનાં સેટથી પણ વધારે સારું છે.

 

સુનીલનાં મુંબઈનાં પૉશ ઍરિઆમાં H20 નામથી અનેક બાર અને રેસ્ટોરન્ટ છે, જે ફક્ત સેલિબ્રિઝ જ નહીં પણ સામાન્ય લોકો વચ્ચે પણ ખૂબ જ ફેમસ છે. આ સિવાય સુનીલનાં સાઉથમાં પણ રેસ્ટોરન્ટ છે, જ્યાં સાઉથનું સ્પેશલ વ્યંજન ઉડ્ડુપી પણ સર્વ કરવામાં આવે છે.

 

આ સિવાય સુનિલ શેટ્ટીનું પોતાનું બુટિક પણ છે. જે તેની પત્ની માના શેટ્ટી હેન્ડલ કરે છે. તે પણ એક બેસ્ટ બિઝનેસ વુમન છે. સુનીલનાં પ્રમાણે ધંધો કરવો એ તેનાં લોહીમાં જ છે અને અમે હોટલ બૅકગ્રાઉન્ડથી છીએ એટલે મહેનત કરવી એ અમારા રગે રગમાં છે.

 

ફિલ્મો દ્વારા મને એક પ્લેટફોર્મ મળ્યું છે જેનાથી હું લોકો સાથે કનેક્ટ થઇ શકુ છું. પણ આજે તમે જોશો તો ઈન્ડસ્ટ્રીનાં યંગ સ્ટાર્સ પણ ખુદની બ્રાન્ડસ બનાવી રહ્યાં છે જે હું ૨૫ વર્ષથી કરી રહ્યોં છું.

 

 

 

 

http://aajtak.intoday.in/gallery/sunil-shetty-birthday-his-family-business-and-father-struggle-7-13986.html