હવે પ્રાઈવેટ સેક્ટરમાં જૉબ કરનારને પણ રાહત! જાણી લો આ સ્કીમ વિશે….

પ્રાઈવેટ સેક્ટરનાં નોકરીયાતને પણ રિટાયર્મન્ટ બાદ એક નિશ્ચિત માસિક પેંશનની સુવિધા પોતાના માટે સરળતાથી જોડી શકે છે.

લોકોને જો પ્રાઈવેટ અથવા ગવર્મેન્ટ જૉબ વચ્ચે પંદગી કરવાની હોય તો તેઓ હંમેશા સરકારી નોકરી કરવાનું જ ઈચ્છશે, તેનું કારણ ફક્ત એટલું જ છે કે સરકારી નોકરીમાં ૬૦ વર્ષની ઉંમર બાદ મળનારી પેંશન, જેથી આપણા જેવા કેટલાય લોકો પ્રયત્ન કરતા હોય છે કે તેઓને ગવર્મેન્ટ જૉબ લાગી જાય અને તેમની જવાનીની સાથે વૃદ્ધાવસ્થા પણ ખુશાલીથી ગુજારી શકે. જો કે, આ સુવિધા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ઉપલબ્ધ નથી. પરંત જો થોડી સમજદારીથી કામ લેવામાં આવે તો પ્રાઈવેટ જૉબમાં પણ તમે તમારા ઘડપણને આર્થિક રુપે સિક્યોર કરી શકો છો.

જાણો કેવી રીતે આ સંભવ થશે –

કેન્દ્ર સરકારની નવી પેંશન સિમ્ટમ સ્કીમ પ્રાવેટ સેક્ટરનાં કર્મચારીઓ માટે એક નિશ્ચિત પેંશન સુવિધાની ખાતરી આપે છે. ઘડપણમાં જ્યારે લોકો પાસે નિયમિત આવક નથી રહેતી, ત્યારે આ પેંશન યોજના તેમને નાણાકિય સુરક્ષા અને સ્થિરતા આપે છે. રિટાયર્મન્ટ પ્લાનથી તમે તમારી જીવનશૈલી સાથે કોઈ પણ પ્રકારે સમજોતો કર્યા વગર જીવનનાં અન્ય દિવસો પણ સ્વમાન સાથે વ્યતિત કરી શકશો. પેંશન સ્કીમથી સેવિંગ્સ અને રોકાણ કરવાની એવી તક આપે છે, જેનાથી નિયમિત આવક ઉપરાંત એક ચોક્ક્સ રકમ પણ મેળવી શકાય છે. આ સંદર્ભે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) દ્વારા ખૂબ જ સારો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવો તો વિગતમાં જાણીયે કે પેંશન સિસ્ટમ વિશે અને તમને કેવી રીતે આનો લાભ મળી શકે છે તેના વિશે.

કેટલા રોકાણ ઉપર તમને કેટલી પેંશન મળશે?

વય                                                                                                         ૩૫ વર્ષ
રિટાયર્મન્ટની વય                                                                                   ૬૦ વર્ષ
તમારુ માસિક યોગદાન                                                                          ૧,૦૦૦ રુપિયા
ઈન્ટરેસ્ટ રેટ (વાર્ષિક વેતન)                                                                    ૮ %
રોકાણનાં કુલ વર્ષ                                                                                   ૨૫ વર્ષ
રોકાણ કરેલ રાશિ (વગર વ્યાજ)                                                            ૩,૦૦,૦૦૦ રુપિયા
કુલ પ્રાપ્ત વ્યાજ                                                                                       ૬,૪૯,૧૮૬.૨૧ રુપિયા
એનપીએસમાં કરેલ કુલ રોકાણ                                                              ૯,૪૯,૧૮૬.૨૧ રુપિયા
વાર્ષિક પેંશન                                                                                          ૪,૫૫૬૦.૯૪ રુપિયા
માસિક પેંશન                                                                                         ૩,૪૯૬.૭૪ રુપિયા
મેચ્યુરિટી બાદ કાઢવામાં આવતી કુલ રકમ                                           ૩,૭૯,૬૭૪.૪૮ રુપિયા

કેવી રીતે કામ કરે છે એનપીએસ –
એનપીએસ જોઈન કર્યા બાદ ગ્રાહકને એ યુનીક પરમાનેંટ રિટાયર્મન્ટ અકાઉન્ટ નંબર મળે છે. કસ્ટમર રિટાયર્મન્ટ સુધી આ અકાઉન્ટમાં યોગદાન કરે છે અને નિવૃત્તિ બાદ કુલ જમા રાશિનો તે એક ભાગ સમાટો ઉપાડી શકે છે અને બાકીની રકમ એન્યૂટીમાં રોકાણ કરવાની રહે છે, જેનાથી રિટાયર્મન્ટ પછી માસિક આવક મળે છે. કોઈ ગ્રાહકની મૃત્યુની સ્થિતીમાં સંપૂર્ણ રકમ તેમનાં નોમિનીને આપવામાં આવે છે.

ફન્ડનું રોકાણ – એનપીએસ અંતર્ગત ત્રણ પ્રકારનાં ફન્ડનાં વિકલ્પ ઉપલબ્ધ છે. જે આ પ્રમાણે છે ‘ઈક્વિટી, કૉર્પરટ બૉન્ડ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ’. કસ્ટમરનાં રોકાણ માટે બે વિકલ્પ અવેલબલ છે.

૧. એક્ટિવ ચોઈસ અથવા સક્રિય પસંદગી – આના હેઠળ ગ્રાહક ત્રણ ફન્ડ માંથી પોતાને અનુકૂળ ફન્ડની પસંદગી રોકાણ માટે કરી શકે છે. ઈક્વિટી ફન્ડમાં મહત્તમ ૫૦ % યોગદાનનાં રોકાણની અનુમતિ છે.

૨. ઑટો ચોઈસ અથવા સ્વયમ – આની હેઠળ ત્રણે ફન્ડમાં ગ્રાહકની ઉંમરનાં આધાર ઉપર પહેલાથી નિર્ધારિત પેટર્નની અનુસાર રાશિનું રોકાણ કરવામાં આવે છે. ઓછી ઉંમરની સ્થિતીમાં ઈક્વિટીમાં વધારે રોકાણ થાય છે અને વધારે ઉંમર હોવાથી ઈક્વિટીમાં ફક્ત ૧૦ % રોકાણની અનુમતિ છે.

એનપીએસથી આંશિક ઉપાડ
એનપીએસમાં નવી જોગવાઈ અનુસાર કોઈ ગ્રાહક ટિયર-૧ ખાતાથી દસ વર્ષ બાદ ૨૫ % સુધી રકમ કાઢી શકે છે. પ્રથમ ઉપાડ બાદ પાંચ-પાંચ વર્ષનાં વચગાળે અન્ય બે ઉપાડ કરી શકાય છે, પરંતુ તેનો કોઈ ખાસ મકસદ હોવો જરૂરી છે. જેમ કે, બાળકોની ઉચ્ચ શિક્ષા, તેમનાં લગ્ન, મકાન લેવું અથવા કોઈ ગંભીર રોગનાં ઈલાજ માટે વગેરે.

ટિયર-૧ અકાઉન્ટ ઉપર કરવેરાનો લાભ

પગારદાર વર્ગ માટે – કર્મચારીનાં યોગદાન ઉપર – કર્મચારીને સીધા બે કરવેરાનો લાભ મળે છે. તે પોતાની ૧૦ % સુધી પગાર (મહત્તમ દોઢ લાખ) ટિયર-૧ ખાતામાં રોકાણ કરી શકે છે. આ આવકવેરાનાં કાયદાની ધારા ૮૦ સી અને ૮૦ સીસીડી (૧) હેઠળ આવકવેરાથી છૂટ છે. આ સિવાય ૫૦ હજાર રુપિયાની રકમ પણ જમા કરાવી શકાય છે. આ ધારા ૮૦ સીસીડી (૧બી) ની હેઠળ કરમુક્ત છે.

સેવા સંયોજકનાં યોગદાન ઉપર – સેવા સંયોજક પણ કર્મચારી ખાતામાં પોતાની પગારનાં ૧૦ % સુધી યોદગાન કરી શકે છે. આની ઉપર ધારા ૮૦ સીસીડી (૨) હેઠળ આવકવેરાથી છૂટ મળે છે.

વ્યવસાય કરનાર માટે – વ્યવસાય કરનાર પોતાની કુલ આવકનાં ૧૦ % (મહત્તમ દોઢ લાખ રુપિયા) સુધી યોગદાન એનપીએસમાં કરી શકે છે. આની ઉપર ધારા ૮૦સી અને ૮૦ સીસીડી (૧)ની હેઠળ આવકવેરાથી છૂટ મળે છે. તેઓ ૫૦ હજાર રુપિયા સુધીની વધારાની રકમ પણ જમા કરાવી તેની ઉપર ધારા ૮૦ સીસીડી (૧બી)ની હેઠળ પણ આવકવેરાથી છૂટ મેળવી શકે છે.

ધારા ૮૦ સીસીડી (૧), ૮૦ સીસીડી(૧બી) તથા ૮૦ સીસીડી (૨)ની હેઠળ કરવેરા પર લાભ અલગ-અલગ હોવા છત્તા એક સાથે મેળવી શકાય છે. જ્યાં સુધી એનપીએસ દ્વારા થવા વાળી ઉપાડ પર ટેક્સનો પ્રશ્ન છે તો ટિયર-૧ ખાતાથી પૈસા નિકાળવાથી વ્યાજ લાગે છે. જો કે, એન્યુટી ખરીદવા માટે રોકાણ ઉપર કરવેરાથી છૂટ મળે છે. એનપીએસની માસિક પેંશનને વ્યાજ ગણાય છે અને તેની ઉપર પણ ટેક્સ લાગે છે.

ટિયર ૨ અકાઉન્ટ – આમાં કરવામાં આવેલ રોકાણ પર કોઈ કરવેરાનો લાભ નથી, જ્યારે રુપિયાનાં ઉપાડ પર કેપિટલ ગેન ટેક્સ લાગે છે.

 

 

ફ્રેન્ડસ જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છો તો એકવાર આ સ્કીમ ઉપર જરૂરથી ધ્યાન આપજો. પ્રોપર પ્લાનિંગની સાથે રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં તકલીફ ના પડે તેનું અત્યારથી ધ્યાન રાખો.

प्राइवेट नौकरी करने वालों का भी आराम से बीतेगा बुढ़ापा बस करना होगा यह काम