આ વ્યક્તિ ૨૦ વર્ષથી એક જ ટી-શર્ટ પહેરે છે, કારણ દરેકનાં મનને સ્પર્શી જાય તેવું છે

સામાન્ય રીતે આપણે બધા સ્વજનોની યાદ રુપે તેમની કોઈ વસ્તુ સાચવીને રાખતા જ હોઈએ છીએ. જ્યારે પણ તેમનું સ્મરણ થાય, ત્યારે આપણે તેમને યાદ કરતા તેમની વસ્તુઓને બાથમાં ભરીને રડી લેતા હોઈએ છીએ. અમુક લોકો પોતાનાં પ્રિય લોકોની વસ્તુઓને ખાસ ફ્રેમ કરાવીને કે અન્ય રુપે તેમની આંખોની સામે જ રહે તેવા પ્રયત્ન કરતા હોય છે. જેથી તેઓ સાથે ન હોવા છત્તા પણ યાદ સ્વરૂપે હંમેશા તેમની સમક્ષ જ છે તેની અનુભૂતિ રહે.

પ્રેમ દરેકને બધી રીતે જોડી રાખે છે, તે ભલે નિર્જીવ વસ્તુ જ કેમ ન હોય. તે આપણા માટે તો મહત્ત્વની જ છે, એટલે જ આપણે જે તે વ્યક્તિ સાથે જોડાયેલ યાદોને વર્ષો સુધી સાચવીને રાખતા હોઈએ છીએ. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ પોતાની પત્નીનાં પ્રેમને હંમેશા પોતાની નજીક રાખે છે. કઈ રીતે અને કેવા સ્વરૂપે અથવા શું સાચવીને આ વ્યક્તિ આજે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. ખરેખર આમના પ્રેમને સલામ છે, જેઓ આટલા વર્ષોથી પત્ની સાથે ન હોવા છત્તા પણ તેના પ્રેમને દરરોજ અનુભવે છે. અહીં જેમના વિશે વાત કરવામાં આવી રહી છે તેઓ અત્યારે તેમની પુત્રી સાથે રહે છે અને તેણે જ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ સુંદર વાત શેર કરી છે. એકવાર તમે પણ જાણી લો આમના વિશે, તમારી પણ આંખોમાં પાણી આવી જશે એ વાતની ગેરંટી છે મિત્રો…

આ વાત સાંભળવામાં જ અટપટી લાગે છે કે એક વ્યક્તિ ૨૦ વર્ષથી એક જ ટીશર્ટ પહેરે છે, પરંતુ આ વાત ખરેખર સત્ય છે. જાપાનમાં rરહેતા એક વ્યક્તિ પોતાની લીલા અને પીળા કલરની ટી-શર્ટને ૨૦ વર્ષથી પહેરી રહ્યા છે. કોઈ ઈવેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન જ કેમ ન હોય્ તેઓ આ જ ટી-શર્ટ પહેરીને દરેક ફંક્શનમાં સામેલ થતા હોય છે. આ તેમનો કોઈ શોખ કે પછી કોઈ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ઈરાદો નથી સાચું કારણ કંઈક બીજુ જ છે. પ્રેમની પરિભાષાને નવું રૂપ આપનાર વ્યક્તિ વિશે જાણીને તમારુ દિલ પીગળી જશે.

જાપાનમાં રહેતી ૨૪ વર્ષની રિયા રુનાં પિતાની છે, જેઓ પુરાણી લીલા કલરની પોલો ટીશર્ટ કેટલાય વર્ષોથી પહેરતા આવ્યા છે. રિયાએ પિતાને શરુઆતમાં ઘણીવાર ટોક્યા પણ તેઓ કોઈ વાત સમજવા તૈયાર જ નહતા. એકવાર પણ તેમણે દીકરીને આની પાછળનું સત્ય નહતું જણાવ્યું. તેઓ કશું કહ્યા કે સમજાવ્યા વગર શર્ટને પહેરતા આવ્યા છે. પરંતુ રિયાને લાગ્યું કે તેનાં પિતા એક બૉરિંગ ટાઈપનાં માણસ છે અને કારણ વગર જ પૈસા બચાવવા માટે એક ટી-શર્ટને વર્ષોથી ચલાવી રહ્યા છે.

 

આ ફોટાએ ખોલ્યો રાઝ

રિયાને ક્યારેય આ વિચાર આવ્યો જ નહીં કે પિતાનાં આટલા વર્ષોથી એક જ ટી-શર્ટ પહેરવા પાછળ કોઈ ખાસ કે મોટું કારણ પણ હોઈ શકે છે. દાદાનાં નિધન બાદ એક દિવસ જ્યારે રિયા પોતાનાં પિતાની વસ્તુઓને ગોઢવીને જે તે જગ્યાએ મૂકી રહી હતી ત્યારે તેનું ધ્યાન એક તસ્વીર પડ્યું. ફોટો જોઇને તે બહુ ઇમોશનલ થઈ ગઈ અને ફોટોને કિસ કરીને રડવા લાગી. હકીકત તેની કલ્પના બહારની હતી કે કેમ તેના પિતા એક જ શર્ટ આટલા વર્ષોથી ચલાવી રહ્યા છે.

તે તસ્વીર આશરે ૨૦ એક વર્ષ પુરાણી હતી અને તેમાં રિયાનાં માતા-પિતા હતા. જે તેમના હનીમૂનનાં સમયે લેવામાં આવી હતી. ફોટામાં તેનાં પિતા એ જ લીલા અને પીળા રંગની પોલો ટી-શર્ટમાં છે, જેઓ તે આટલા વર્ષોથી પહેરતા આવ્યા છે. આ ફોટો રિયાનાં પિતાનાં જીવનની સૌથી પ્રિય અને યાદગાર હતી, કારણ કે તે સમય પછી તેમની પત્નીની મોત થઈ હતી.

રિયાનાં માતાનું નિધન કેન્સરનાં કારણે લગભગ ૧૮ વર્ષ અગાઉ થયું હતું. ત્યારથી જ તેના પિતા આ ટીશર્ટને પહેરતા આવ્યા છે. આ બધુ સમજવા માટે તે સમયે રિયા ઘણી નાની હતી, પરંતુ તેને જ્યારે પિતાનાં ઈમોશન્સની ખબર પડી તો તે બહુ રડવા લાગી. મનમાં વિચારતી હતી કે આજ સુધી તેના પિતા આવું મમ્મીનાં પ્રેમને જીવંત રાખવા માટે કરી રહ્યા છે. હજી પણ પપ્પા  મમ્મીને એટલો જ પ્રેમ કરે છે.

હવે હું પણ આવું જ કરીશ

પિતાનાં એક જ ટીશર્ટને લઈને વધુમાં જણાવ્યું હતું કે તેમણે વર્ષોથી એક જ પુરાણી ટી-શર્ટ પહેરવા માટે ઘણી મહેનત પણ કરી છે. જ્યારે પણ ટીશર્ટ ફાટી જાય ત્યારે તેઓ તેને રફ્ફુ કરવા કે તેને પહેરવા લાયક કરવા માટે તકલીફ પણ સહેતા હતા. આટલા વર્ષથી પિતાને એક જ ટી-શર્ટમાં જોઈને મને લાગ્યું કે આપણે જેને દિલોજાનથી પ્રેમ કરીએ છીએ તેમનું સ્મરણ અને તેમની વસ્તુઓ આપણા મનને એક પ્રકારે સંતુષ્ટિ આપે છે. આજ પછી હું પણ પ્રયત્ન કરીશ કે માતા-પિતા, દાદા-દાદી અને જેમને હું મનથી ચાહું છું તેમની વસ્તુઓને યાદગીરી માટે સાચવીને રાખીશ.

 

 

 

 

 

 

http://www.aamchori.com/20-saal-se-ek-hi-ti-shirt-pehan-rha/