“મા” આવી રહી છે !

Gujarati Jokes 363પતિ : ફોન આવ્યો હતો, કાલે સવારે “મા” આવી રહી છે. તેની ફ્લાઈટ સવારે ચાર વાગ્યે આવી જશે.

પત્ની : અરે હમણાં ચાર મહિના પહેલા જ તો આવીને ગયા! પાછા કેમ આવે છે? કાલે રવિવાર છે ને તો વિચારતી હતી કે કાલે થોડી મોડી ઉઠીશ…. પણ તમારી “મા” તો રવિવારે જ આવે છે ને અને તે પણ સવાર માં ચાર વાગ્યે! એટલી સવાર સવારમાં ટેક્ષી પણ ક્યાંથી મળશે?

પતિ : સાંભળ તો ખરા પેલા! મારી નહીં તારી “મા” આવી રહી છે….

પત્ની : અરે, વાહ મમ્મી આવી રહી છે! બે મહિના થઇ ગયા તેઓને હું મળી જ નથી…બહુ યાદ આવતી હતી….અરે! લે મારી પાસે તો ટેક્ષીવાળા ના નંબર પણ છે તેને અગાઉથી જાણ કરી દઈએ જેથી સમયસર આવ જાય. ચલો સારું થયું કાલે રવિવાર પણ છે…બાળકો પણ ફ્રી છે તો તેઓ પણ તેના નાની ને લેવા એરપોર્ટ જશે ને.

જો ગમ્યું હોય તો મિત્રોને પણ શેર કરજો.

 

 

ટીપ્પણી