“પ્રધાનમંત્રી મૂર્ખો છે.”

Gujarati Jokes 421એક વાર એક માણસ જોર જોરથી ચીસો પાડતો હતો, “પ્રધાનમંત્રી મૂર્ખો છે.”

એક પોલીસવાળો આ સાંભળી ગયો અને પેલા નો કાઠલો પકડીને એક લપડાક મારીને બોલ્યો,

“ચાલ જેલ માં. પ્રધાનમંત્રીને મૂર્ખો કહે છે!”

અરે સાહેબ હું તો ફ્રાન્સના પ્રધાનમંત્રીને કહેતો હતો…..

આ સાંભળી પોલીસવાળાએ તો વધુ બે મારી અને બોલ્યો, “મારી સામે ખોટું બોલે છે! શું મને નહિ ખબર હોય કે ક્યાંનો પ્રધાનમંત્રી મૂર્ખો છે !”  😛

ટીપ્પણી