૩ ડોબા (3 IDIOT) નું ફેસબુક સંસ્કરણ .

1044316_10151547164493271_949271203_nઆમિર ખાન * હસ્તા હસતા *

માસ્તર :- તમે કેમ હસી રહ્યા છો ?

આમિર ખાન:- ઘણા દિવસથી ફેસબુક ના એક પેજના એડમીન બનવાની ઈચ્છા હતી . આજે બની ગયો છું, અને બહુ જ મજા આવી રહી છે. .

.

માસ્તર :- બહુ ખુશ થવાની જરૂર નથી, .. સારૂ મને કહો કે પોસ્ટ એટલે શું?

આમિર ખાન:- ફેસબુક ના પેજ પર જે કંઇ પોસ્ટ કરવામાં આવે તેને પોસ્ટ કહેવામાં આવે છે.

 

માસ્તર :- શું તમે એ વિસ્તૃત કરી શકો છો ? અથવા/( શુ તમે વિસ્તરણ કરી શકો છો?)

 

આમિર ખાન:- સાહેબ, લોકો ફેસબુક પર જે કંઈ પણ મુકે છે. તેને પોસ્ટ તરીકે ઓળખાય છે .

જેમકે,  ફરવા ગયા તો ફોટા(ચિત્રો) મુકી દીઘા, મેચ જોઇ તો સ્કોર મુકી દીધો, આ બધુ જ પોસ્ટ તરીકે ઓળખાય છે. સાહેબ આમ તો આપણે પોસ્ટ ની વચ્ચે જ ઘેરાયેલા છે.

કેટરીના ના ફોટા થી રોનાલ્ડોની લાત સુધી. બધુ જ પોસ્ટ છે, સાહેબ. એક પલમાં ટીકા તો બીજી જ પલે પસંદગી કરવી.

 

ટીકા – પસંદગી, ટીકા – પસંદગી..

માસ્તર – (ગુસ્સાથી) ચુપ થઈ જાવ ! એડમીન બનવા આવુ બધુ કરશો ?

ટીકા – પસંદગી

ટીકા – પસંદગી

 

ઓ ચતુર તુ બતાય જો ચાલ.

ચતુર :- ચિત્રો, લખાણ, અને વિડીઓઝ, મોબાઈલથી કે, ટેબ્લેટથી કે લેપટોપથી અથવા ક્મ્પ્યુટરથી ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ ઓપરેટીંગ સીસ્ટમથી ફેસબુક પર મુકવામાં આવે તેને પોસ્ટ કહેવાય છે.

 

માસ્તર :- ઉત્તમ {(ઘણું સરસ) ખુશ થઈને }

આમિર ખાન :- પણ મે તો એજ કહ્યુ હતુ ને સાહેબ (હેરાનીથી)

માસ્તર :- સીધા શબ્દોમાં જવાબ આપવો હોય તો બીજા કોઇ પેજ ના એડમીન બનો.

 

આમિર ખાન :- પણ સાહેબ બીજા એડમીનો  તો છે?

માસ્તર્ :- નીકળો બહાર અહીથીં . (ગુસ્સાથી)

 

આમિર ખાન :- પણ કેમ સાહેબ?

માસ્તર:- સીધા શબ્દોમાં “બહાર જતા રહો”.

 

* આમિર ખાન બહાર જતા જતાં પાછો આવે છે. *

 

માસ્તર :- શું થયુ ? (આમિર બાજુ જોતા જોતા)

આમિર ખાન :- કશુ ભુલી ગયો સાહેબ. !

માસ્તર :- શું ?

આમિર ખાન :- એક ઉપયોગિતા બટન. બંધ કરવું હતુ , કે જે અમારી ખાનગી માહિતી સુરક્ષિત કરવા માટે અમને આપવામાં આવે છે .. જેમ કે ચિત્રો, સંદેશાઓ અથવા અમારી વ્યક્તિગત માહીતી હેકરો અથવા બીજા કોઇ દ્વારા ચોરી કરવા અથવા ખરાબ હેતુ માટે ઉપયોગ કરી શકે છે.

માસ્તર :- (હેરાની થી) તમે શું કહેવા માંગો છો?

આમિર ખાન :-સાહેબ , લોગ આઉટ

માસ્તર:- સીધે સીધું નથી બોલી શકતા ?

આમિર ખાન :- હમણાં થોડી વાર પહેલાંજ પ્રયત્ન કરી જોયો સાહેબ પણ તમને પસંદ ના આવ્યો .

સૌજન્ય :  ભાવેશ શર્મા , આણંદ

ટીપ્પણી