જલ્સા કરોને જેંતીલાલ

૧૦૦ કરોડની મિલકત, ૩ વર્ષની દીકરીને મુકીને આ દંપતી લેશે દીક્ષા

મધ્ય પ્રદેશ નીમચનાં રહેવાસી સુમીત અને અનામિકાએ દીક્ષા લેવાનાં નિર્ણયથી બધા શોક થઈ ગયા છે. દુનિયા દારી અને પુત્રીને મુકીને આ દંપતી કાલે એટલેકે ૨૩ સપ્ટેમ્બરના રોજ દીક્ષા લેશે. જાણો વિગતમાં શું છે આખી વાત અને આ દંપતી અંગેની થોડી વિગત..

આ દંપતિ પાસે ૧૦૦ કરોડથી પણ વધારાની મિલકત તો છે જ અને દર મહિને લાખોની કમાણી પણ કરે છે. તેમણે આ બધી જ મિલકત છોડીને સંત બનવાનું નક્કી કર્યું છે. નીમચમાં બિઝનેસ ફેમિલીમાં જન્મેલ સુમિત રાઠોડ (34 વર્ષીય)એ લંડનમાં બિઝનેસ ડિપ્લોમા કર્યું છે. તેમની પત્ની અનામિકાએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમનાં લગ્ન ૪ વર્ષ અગાઉ થયા હતા. તેમનાં કુટુંબનાં લાખો પ્રયાસો બાદ પણ પોતાનો નિર્ણય બદલવા માટે તેઓ તૈયાર નથી. તેઓ ૨૩ સપ્ટેમ્બરનાં રોજ સુરતમાં જૈન ભગવતી દીક્ષા લેશે. આ કપલની 3 વર્ષની પુત્રી પણ છે. તે છત્તા પણ તેમનું મન બદલાયું નથી અને આખરે તેઓ દીક્ષા લેવા જઈ રહ્યાં છે. આત્મ કલ્યાણની અનુભૂતિ થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે …

ચિત્તોડગઢમાં ઉછરેલ અનામિકાનાં સસરા ભજપનાં નેતા અશોક ચાંદોલિયા છે. સુમિત સાથે તેણીએ ૪ વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. તેઓ તેમની ૩ વર્ષની પુત્રી ઈભ્યા સાથે મોટા પરીવારમાં રહે છે.

સુમિત આ અંગે જણાવે છે કે તેમને આત્મ કલ્યાણની અનુભૂતિ દીકરી ગર્ભમાં હતી ત્યારે જ થઈ હતી, એટલે આ પગલું લીધું છે. તેમણે પુત્રીનાં જન્મયાનાં આઠ મહિના બાદ બ્રહ્મચર્યનું પાલન કરતા આવી રહ્યાં છે. જ્યારે દીકરીનો હવાલો આપીને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેઓ કહે છે કે અમારી દીકરી પુણ્યશાળી છે, જ્યારે તે ગર્ભમાં હતી ત્યારે જ અમારી અંદર આત્મ કલ્યાણની અનુભૂતિ થઈ.

લંડનમાં અભ્યાસ અને ફેક્ટ્રીનાં માલિક

લંડનમાં રહીને સુમિત રાઠોડએ નિકાસ-આયાતમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાં બે વર્ષ સુધી નોકરી કરી અને દાદા નાહરસિંહ રાઠોડનાં કહ્યાં બાદ નીમચ પાછો આવી ગયો. જ્યાં ૧૦૦ કરોડની ફેક્ટ્રીમાં ૧૦૦ લોકો કામ કરે છે. સુમીતનાં મોટા ભાઈ ઇન્ફોસિસમાં એન્જિનિયર હતાં, પરંતુ તેઓ પણ ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયા. તેમનો આ સિવાય એક્સપોર્ટનો પણ બિઝનેસ છે.

સુવર્ણચંદ્રક વિજેતા અનામિકા
અનામિકા જિલ્લાની પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા હતી, તેણે આઠમા ધોરણમાં સુવર્ણચંદ્રક વિજેતા બની હતી. આગળ તે સરકારી શાળામાં ભણી હતી, જ્યાં ૧૦માં ધોરણમાં રાજસ્થાન બોર્ડ અંતર્ગત  ૧૮મો અને ૧૨ ધોરણમાં ૨૮મો રેન્ક હાંસલ કર્યો હતો.

ત્યાર બાદ મોદી એન્જિનિયરિંગ કોલેજ લક્ષમણગઢ(સીકર)થી BE કર્યું. હિંદુસ્તાન ઝીંકમાં તેની ભરતી થઈ હતી અને ૨૩,૦૦૦ ઉમેદવારોમાં અનીમિકા ૧૭માં ક્રમે રહી હતી. તે આશરે વાર્ષિક ૧૦ લાખનાં પેકેજની જોબ કરતી હતી. પરંતુ ૨૦૧૨માં સગાઈ થયા બાદ નોકરી છોડી હતી.

અંગ્રેજોએ બનાવેલ કોમર્શિયલ કેમ્પસ

સુમીતનાં દાદા નાહરસિંહ દ્વારા નીમચમાં ૧.૨૫ લાખ સ્કવેર ફુટમાં અંગ્રેજોનો બનાવેલ કોમર્શિયલ કેમ્પસ છે. નીમચ શહેરમાં રહેવા માટે અલગથી આલિશાન બંગ્લો પણ છે. સીમેંટની ફેક્ટ્રી સાથે ખેતી, ફાયનાન્સ વગેરેનો વ્યાપાર આમની ફેમિલી કરે છે. આથી જ તેમની આર્થિક, ધાર્મિક અને સામાજીક રુપે સારી ઓળખાણ છે.

આચાર્યએ આપી દીક્ષા લેવાની સંમતિ

તેઓ જણાવે છે કે ગત ૨૨ ઑગસ્ટે સુમિતે આચાર્ય રામલાલની સભામાં ઉભા થઈને કહ્યું કે મને બ્રહ્મચર્ય લેવું છે. પ્રવચન સમાપ્ત થયા બાદ હાથ માંથી ઘડિયાળ અને અન્ય વસ્તુઓ કાઢીને બીજી વ્યક્તિને આપી આચાર્ય પાછળ ચાલી ગયા. આચાર્યે દીક્ષા લેતા પહેલાં પત્નીની મંજૂરીને હોવી જરુરી છે તેવું જણાવ્યું, ત્યાં હાજર અનામિકએ દીક્ષાની પરવાનગી આપીને આચાર્યથી સ્વયંની પણ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી. આ દંપતીને આચર્યે દીક્ષા લેવાની સંમતિ આપી.

 

https://www.bhaskar.com/news/RAJ-UDA-OMC-millionaire-couple-decide-to-be-saint-5694373-PHO.html

 

Exit mobile version