હેકર્સ અને સાઈબર એટેકથી બચવાની મહત્વની ટીપ્સ….!

Gujaratijoks attack

 1. તમારી ઓપરેટીંગ સીસ્ટમ માં જરૂરી હોય એવા બધા અપડેટ હમેશા કરો. ( જો તે બરાબર અપડેટેડ નહિ હોય તો હેકર તેનો ખોટો લાભ લઇ શકે છે.
 2. બને ત્યાં સુધી તમારા પાસવર્ડ માં ચિન્હો નો ઉપયોગ કરો જેવા કે # , $ ,@ , & વગેરે.
 3. પોતાનો મોબાઈલ નંબર ક્યારેય પાસવર્ડ માં મુકવો નહિ.
 4. ફેસબુક અને તમારા ઈ-મેલ આઈડી માં તમારા નામ ની સાથે બીજા આંકડાઓ બને ત્યાં સુધી વાપરો.
 5. જયારે ફેસબુક વાપરતા હો ત્યારે જોવો કે તમારા વેબ એડ્રેસ માં Https : લખેલું આવે છે કે નહિ.. જો ખાલી http જ આવતું હોય તો તમારું બ્રાઉઝર બંધ કરી ફરી થી ચાલુ કરી લોગ ઇન કરો.
 6. અજાણ્યા પેજ કે લીંક ને લાઈક કરતા પહેલા તે પેજ ઓપન કરી તેની માહિતી બરાબર ચકાસો કે તે કોઈ ફિશિંગ સાઈટ તો નથી ને.
 7. તમારા પાસવર્ડ ને ક્યારેય કોઈ ને ઓનલાઈન ના મોકલો.
 8. તમારા ઈ-મેલ એકાઉન્ટ ના સિક્યોરિટી સવાલો હમેશા અઘરા રાખો કે જેનો જવાબ તમારા સિવાય બીજું કોઈ જાણતું ના હોય.
 9. કોઈ પણ જગ્યાએ તમે તમારું એકાઉન્ટ વાપર્યા પછી લોગ આઉટ કરવાનું ના ભૂલો.
 10. અજાણ્યા મેસેજ કે ઈ-મેલ માં કોઈ લીંક આવે તો તેના પર ક્લિક ના કરો.
 11. જયારે ઈન્ટરનેટ ની જરૂર ના હોય ત્યારે તેને ડીસકનેક્ટ કરી દો.
 12. બને ત્યાં સુધી એન્ટીવાઈરસ વાપરો અને તેને નિયમિત પણે અપડેટ કરતા રહો.
 13. જો તમે સાચો જ પાસવર્ડ લખ્યો હોય અને એકાઉન્ટ ના ખુલે તો બ્રાઉઝર રીસ્ટાર્ટ કરી ને ફરીથી પેજ ઓપન કરો અને બને તેટલા ઓછા સમય માં પાસવર્ડ બદલાવી નાખો.

સૌજન્ય : મયુરભાઈ ભીમાણી

ટીપ્પણી