હટકે છોકરા-છોકરી

Gujarati Jokes 397એક છોકરો અને છોકરી બીચ ઉપર ફરતા હતા….

છોકરી : જાનુ! પાછળ જોતો ….કેટલી મસ્ત છોકરી છે!

છોકરાએ પાછળ જોયું તો કોઈ જ ન હતું.

છોકરી હવે ગુસ્સા માં આવી ને બોલી,

“જો તું મને સાચો પ્રેમ કરતો હોત તો ક્યારેય પાછળ ના જોત. જા હવે હું તારી સાથે કઈ જ વાત નહિ કરૂ.

મોરલ : મોરલ બોરલ કઈ નહિ છોકરી જરા તેજ નીકળી…

****************************************

છોકરીઓ અહીં વાચવાનું બંધ કરે….છોકરાઓ ઉભા રહો! બાકી છે!!

****************************************

છોકરો :

“સારું લે, વાત ના કર તો! આજે જ હું તારા માટે એક મસ્ત ગીફ્ટ લાવ્યો હતો…..પણ કઈ વાંધો પેલો દુકાન વાળો આપણા ઘરનો જ છે પાછું રાખી લેશે.”

છોકરી :

“અરે જાનું!! તું તો સીરીયસ થઇ ગયો! શું હું તારી સાથે મજાક પણ ના કરી શકું? ચલ ગુસ્સાને થુક્યો, બસ! મારું ગીફ્ટ ?

છોકરો :

“અરે જાનું! તું તો બધું સાચે સાચું માની ગઈ. શું હું તારી સાથે નાનું એવું પણ ખોટું ના બોલી શકું?”

મોરલ : મોરલ બોરલ કઈ નહિ છોકરો થોડોક વધુ તેજ નીકળ્યો..

ટીપ્પણી