સ્વર્ગમાં ક્રિકેટ હશે?

Gujarati Jokes 329

બે મિત્રો જેંતી અને જેઠો બગીચામાં બેંચ પર દરરોજ બેસે અને કબૂતરોને ચણ આપે અને ક્રિકેટની વાતો કરે.

એકવાર જેંતીને અચાનક એક સવાલ મગજ આવ્યો અને તેણે જેઠા ને પૂછ્યો,

“જેઠા! તને શું લાગે છે કે સ્વર્ગમાં ક્રિકેટ હશે? 

જેઠાએ એક મીનીટ વિચાર કરીને કહ્યુ,

“મને ખબર નથી યાર.”

જેંતી :

“અરે કઈ વાંધો નહિ જેઠા! એક ડીલ કરીએ જો હું પહેલા મરી જાઉં તો હું પાછો આવીને તને તેના વિશે કહીશ. અને, જો તું પહેલા મરી જા તો તારે તેમ કરવાનું. “

બંને એ ડીલ માટે હાથ મિલાવ્યો. થોડા દિવસ બાદ જેંતીનો એક્સીડેન્ટ થઇ ગયો….


તેના બીજા જ દિવસે જેઠો પેલા બગીચામાં બેઠો હતો અને અચાનક જ અવાજ આવ્યો, “જેઠા! એ જેઠા!”

જેઠો :

“અરે જેન્તીયા તું ?”

જેંતી નુ ભૂત :

“હા હું તારો મિત્ર – જેંતી!”

જેઠો :

“અરે જેંતી, શું કહે છે સ્વર્ગ મા ક્રિકેટ છે કે નહિ?”

જેંતી નુ ભૂત :

“એક સારા અને એક ખરાબ સમાચાર છે.”

જેઠો :

“પેલા સારા જ કહેજે!” 

જેંતી નુ ભૂત:

“અરે હા દોસ્ત! અહીં સ્વર્ગમાં ક્રિકેટ છે હો!”

જેઠો :

“ઊત્તમ ! તો પછી બીજા કોઈ સમાચાર શુ ખરાબ હોઈ શકે?” 

જેંતી નુ ભૂત :

“તું આવતા શુક્રવારનો ઓપનીંગ બેટ્સમેન છો !”  :mrgreen: 

ટીપ્પણી