સર જાડેજાનો મહિમા…!

Gujaratijoks jadeja

 

બિચારો સચિન તેન્ડુલકર વિચાર કરતો હશે કે મેં આટ આટલા રેકોર્ડ કર્યા છતાં હું ‘સચિન-સર’ નહિ, અને પેલા શ્રી શ્રી મહાગુરુ જાડેજાએ ઑસ્ટ્રેલિયા સામેની એક સિરીજમાં એવું શું કરી નાંખ્યું કે એ ‘ટ્વિટર-સમ્રાટ’ બની ગયો !

ખેર, જો અમે સચિન-સરનાં ‘વાસ્તવિક’ ટ્વિટર્સ બનાવ્યાં તો જાડેજા સરનાં ટ્વિટર્સની વાસ્તવિકતા પણ ઉઘાડી થવી જોઈએ ને !

* * *

મહેન્દ્રસિંહ ધોની જાડેજા સર માટે આટલાં બધાં પ્રસંશાભર્યાં ટ્વિટર્સ કેમ લખે છે ?

– કારણ કે ધોની તો માત્ર કેપ્ટન છે જયારે જાડેજા સર તો સ્વયં બીસીસીઆઇ અને આઇસીસી છે !

* * *

જાડેજા સર આઉટ થાય છે ત્યારે લોકો સુરેશ કલમાડીને કેમ ગાળો દે છે ?

– કારણ કે જાડેજા સર આઉટ થતાંની સાથે જ આખું સ્ટેડિયમ તૂટી પડે છે !

* * *

જાડેજા સર જે ટીમમાં છે એ ચેન્નાઇની ટીમ પહેલી મેચ કેમ હારી ગઈ ?

– કારણ કે એ દિવસે ધોનીએ જાડેજા સરની આરતી પુરી શ્રધ્ધાથી નહોતી ઉતારી !

* * *

શું જાડેજા સરની આરતી ઉતારવાથી મેચ જીતી શકાય છે ?

– મેચ ? અરે, ૨૦૧૪ની ચૂંટણી પછી જે પણ વડાપ્રધાન બનશે એ ખુદ (ધોનીની જેમ) ટ્વિટ કરશે ઃ આ તો જાડેજા સર પીએમની રેસમાં નહોતા એટલે જ હું પીએમ બની શક્યો !

* * *

‘વિઝડન’ના વાર્ષિક રિપોર્ટમાં દુનિયાભરના ક્રિકેટરો વિશે લખાયું પણ સર જાડેજાની નોંધ સુધ્ધાં કેમ નથી લીધી ?

– શી ખબર, ‘વિઝડન’ વાળામાં ‘વિઝડમ’ આવી ગયું હશે !

* * *

જાડેજા સર આટલા મહાન હતા તો આટલા ટાઇમ સુધી શું કરતા હતા ?

– લો, ખબર નથી ? ધોનીને મસ્કો મારતા હતા કે ‘બૉસ, મારી ટ્વિટ કરોને… મારી ટ્વિટ કરોને…’

* * *

શું ટ્વિટર પર મહેન્દ્રસિંહ ધોનીને નામે ટ્વિટ કરનાર ધોની પોતે છે કે કોઇ બીજું છે ?

– શું ફેર પડે છે ? જાડેજા સર ધારે તો બે ડઝન ધોની પેદા કરી જ શકે છે ને !

 

ટીપ્પણી