સચિન તેંડુલકરની ૧૦૦મી સદી પર શાનદાર કમેન્ટ્સ

તાજેતરમાં જ સચિન તેંડુલકર તેની ૧૦૦મી સદી ફટકારી અખબારોમાં છવાઈ ગયો. તેના આ વિરલ રેકોર્ડ બદલ આપણાં કેટલાંક મહાન નેતાઓએ ,અન્ય કેટલીક મોટી વ્યક્તિઓએ અને સચિને પોતે કરેલી (કાલ્પનિક રમૂજી) કમેન્ટ્સ ઇન્ટરનેટ પર વાંચવામાં આવી તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ.

દિગ્વિજય સિંહ – સચિન એક આર.એસ.એસ.એજન્ટ છે.આટલાં બધાં દિવસ સુધી એ રાહ જ જોઈ રહ્યો હતો કે ક્યારે એક મુસ્લિમ દેશ સામે ભારત રમે અને તેમાં એ સદી ફટકારી શકે.

મનમોહન સિંહ – હું સચિનને અભિનંદન આપું છું અને સાથે સાથે શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વની પણ પ્રશંસા કરું છું.

રાહુલ ગાંધી – બાંગ્લાદેશનું નિર્માણ મારા દાદીમાએ કર્યું હતું આથી આ સદીનો બધો યશ તેમને ફાળે જવો જોઇએ.

રાજ ઠાકરે – સચીને આ સદી ફટકારી પોતાની જાતને એક સાચા મરાઠી માણૂસ તરીકે સાબિત કર્યો છે.ભારત હારી ગયું તેથી શું થઈ ગયું? મહારાષ્ટ્રીયનોએ કંઈ આખા ભારતની જવાબદારી લેવાનો ઠેકો થોડી લઈ રાખ્યો છે?

મુલાયમસિંહ યાદવ – જો સચિન યુ.પી. નો હોત તો મેં બધી જ ક્રિકેટ મેચોની ટિકિટો ટેક્સ ફ્રી કરી નાંખી હોત.

અણ્ણા હજારે – સચિનને દેશનો આગામી લોકપાલ બનાવવો જોઇએ.

બાબા રામદેવ – જો તમે સચિને આજ સુધી કરેલા કુલ રનને એક અબજ સાથે ગુણો તો જે જવાબ આવે એટલી રકમનું ભારતીયોનું કાળું નાણું વિદેશી બેન્કોમાં જમા છે.

કપિલ સિબ્બલ – સોશિયલ મિડીયાએ સચિનની સદી પર કરાતી કમેન્ટ્સ પર નજર અને કાબુ રાખવા જોઇએ.એનાથી ભારતની બિનસાંપ્રદાયિકતા પર અસર પહોંચી શકે એમ છે.

સ્વામી અગ્નિવેશ – બાંગ્લાદેશે સચિનને તેની ૧૦૦મી સદી પૂર્ણ કરવા દઈ તે ભારતનું સાચું મિત્ર હોવાનું પુરવાર કર્યું છે.ત્યાંના નાગરિકોને હવે ભારતમાં ગમે ત્યાં અને ગમે ત્યારે આવવાની,વસવાની છૂટ મળવી જોઇએ.તેમને વોટર આઈડી કાર્ડ્સ અપાવા જોઇએ.

ક્રિસ શ્રીકાન્ત – અમે સિલેક્ટર્સ એવી આશા રાખીએ છીએ કે વર્ષ ૨૦૫૦ સુધીમાં સચિન તેની દોઢસોમી સદી પૂર્ણ કરે.

અર્જુન તેન્ડુલકર – ૨૦૨૦ના વર્લ્ડ કપમાં હું મારા પિતા સાથે રમવા ઇચ્છું છું.

સચિન તેન્ડુલકર પોતે – આઈલા….હવે હું રીટાયર્ડ ન થવા કયું બહાનુ કાઢીશ?!

સોનિયા ગાંધી – (તેઓ કોઈ અજ્ઞાત બિમારીની સારવાર વિદેશની કોઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હોઈ તેમની કમેન્ટ મળી શકી નથી)(!)

કરુણાનિધિ – સચિન તેન્ડુલકર કોણ છે?

જયલલિતા – ક્યારેક શશિકલા સાચું કહેતી હોય છે.તેણે આ છોકરા વિષે કહ્યું હતું.મને લાગેલું કે એ કોઈ બોલિવૂડ સ્ટાર હશે એટલે મેં એ ગણકાર્યું નહોતું.જોકે ડો.એમ.જી.આર. ની તોલે તો કોઈ પ્લેયર ન આવી શકે.

છેલ્લે શ્રેષ્ઠ કમેન્ટ મમતા (બેનર્જી) દીદીએ કોઈ બંગાળી અખબારમાં છપાવી.

તેમણે કહ્યું: આટલા મોટા રનના સ્કોરનો ખડકલો કરતા પહેલા તેમની સલાહ લેવામાં આવી નહોતી.આથી સદીના સ્કોરને નેવુ રનનો સ્કોર ગણવામાં આવે.અને જો સપ્તાહના અંત સુધીમાં એમ કરવામાં ન આવે તો તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સચિનને બદલે મદન મુલો રોયને ગોઠવી દેશે.

 

ટીપ્પણી