સંસ્કાર !!!

1062743_553527724703737_685472043_n

 

સંસ્કાર !!!

======

 

“માં” રોટલી બનાવતી

પેહલી ગાય માટે

છેલ્લી કુતરા માટે

એક બામણીદીદી માટે

એક મહેતરાણી માટે.

 

દરરોજ સવારે આખલો આવી જતો ગોળની ભેલી ખાવા માટે

કબુતર ની જુવાર

કીડીનો લોટ

પૂનમ, અગીઆરસ, અમાસે

પુજારી ને સીધુ.

 

કાળી કુતરી વિયાય ત્યારે

તલગોળનો હલવો

બધું મળી આવતું હતું ઘરમાંથી

અને વિલાસતા ના નામ પર

એક રેડીઓ અને એક ટેબલ ફેન.

 

આજે સામાન ભરેલા આ ઘરમાંથી

કશું નીકળતું નથી સિવાય

કર્કશ અવાજ સિવાય !!!

 

સહમત હો તો એક લાઈક !

સૌજન્ય: વિનોદ ચાવડા

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી