શું તમારે વકીલ બનવું છે ?

dress-like-a-lawyer

જયારે ઘણા બધા માણસો ભેગા રહે છે, ત્યારે પ્રશ્નો પણ સર્જાય છે. તે માટે અમુક કાયદાઓ ઘડવા પડે છે. પરંતુ કોઈ તે તોડે ત્યારે નિરાકરણ કોણ લાવે? વકીલ અને ન્યાયાધીશ.

વકીલ ક્લાયન્ટ પાસેથી, અન્ય માણસો પાસેથી અને પુસ્તકોમાંથી માહિતી ભેગી કરી કોર્ટમાં જજ સમક્ષ રજુ કરે છે.

બંને પક્ષના વકીલો પોતાના ક્લાયન્ટ ની વાતો તર્ક-વિતર્કથી રજુ કરે છે. પછી ન્યાયાધીશ નિર્ણય આપે છે.

કહેવાય છે કે વકીલો અને ન્યાયાધીશની બુદ્ધિનો આંક ખુબ વધારે હોય છે. કારણ કે તેમને ખુબજ વિચારવું પડે છે.

ખૂબ જ બુદ્ધિશાળી અને બોલવામાં ચબરાક હોય તે સારો વકીલ બની શકે. કોર્ટમાં વકીલોની ઓફીસ હોય છે તેને ચેમ્બર કહેવામાં આવે છે.

ન્યાયતંત્ર સમાજને નિયમોમાં રાખે છે. કે જેથી સૌ સુખ-શાંતિથી જીવી શકે. વકીલો અને ન્યાયાધીશો બધા જ ખરાબ હોય અને કાવા દાવા – સાચું ખોટું કરતા જ હોય એવું નથી.

અમુક વકીલો સત્ય માટે, પોતાના ક્લાયન્ટને ન્યાય અપાવવા માટે વર્ષો સુધી એક કેસ ધીરજપૂર્વક લડતા રહે છે. અને ખૂબ બુદ્ધિપૂર્વક માહિતી ભેગી કરી ન્યાયની દેવીનું માન રાખે છે.

ધોરણ ૧૨ પછી LLB કે LLM કરી વકીલ બની શકાય છે.

સામાન્ય રીતે બે પ્રકારના વકીલો હોય છે. (૧) ફોજદારી અને (૨) ખાનદાની.

ફોજદારી ( ક્રીમીનલ ) વકીલો ખૂન, ચોરી, લૂંટફાટ, અપહરણ, લડાઈ વગેરે કેસો સોલ્વ કરે છે.

ખાનદાની ( સિવિલ ) વકીલો જમીન, પૈસા, લોન, માલિકી, દાવો, પ્રોપર્ટી, પારિવારિક પ્રશ્નો વગેરેના કેસો સોલ્વ કરે છે.

અમુક વકીલો સરકારી તો અમુક પ્રાઇવેટ પ્રેક્ટીસ કરે છે.

ઘણા વકીલો જનરલ પ્રેક્ટીસ કરે છે. એટલે કે બધા પ્રકારના કેસ લડે છે. જયારે અમુક વકીલો પોતાને અનુકૂળ લાઈનમાં જ ઊંડા ઉતરી એ જ પ્રકારના કેસ લડે છે.

પરીક્ષા દ્વારા પણ જજ બની શકાય છે. તથા વકીલો આગળ જતા પસંદગી પામી ન્યાયાધીશ બને છે, પરંતુ બંનેમાં અનુભવ જરૂરી છે.

વકીલ અને ન્યાયાધીશ થવું એ તો વાણી અને બુદ્ધિથી યુદ્ધ લડવા જેવું – ચેસની રમત જેવું કામ છે.

ટીપ્પણી