શું તમારે એકાઉન્ટન્ટ બનવું છે ?

Make-your-accountant-your-best-friend

 

એકાઉન્ટન્ટ તો કંપની કે સંસ્થાનો પ્રાણ કહેવાય છે. કંપની કે સંસ્થા જેટલું મહત્વનું મેનેજરનું અને શેઠનું સ્થાન હોય, તેટલું જ એકાઉન્ટન્ટનું કહેવાય.

કંપનીના રહસ્યો તેના હાથમાં હોય છે. તેનું કામ છે સતત વિચારતા રહેવું કે કંપનીને ફાયદો શેમાં છે. દરેક કંપની પાસે વિશ્વાસુ એકાઉન્ટન્ટ હોવો ખુબ જરૂરી છે.

પૈસા ક્યાંથી આવે છે ? અને ક્યાં વપરાય છે? કેટલો ફાયદો થયો ને કેટલું નુકશાન ગયું? એના ચોપડા એકાઉન્ટન્ટ મેળવે છે. તે કમ્પ્યુટર પર પણ કામ કરે છે.

યમરાજના એકાઉન્ટન્ટ ચિત્રગુપ્ત જેવો ચબરાક અને ઈમાનદાર એકાઉન્ટન્ટ મળવો દુર્લભ છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ ( C . A .) એ કોમર્સનું શ્રેષ્ઠ અને નામાંકિત ક્ષેત્ર છે.

સારા એકાઉન્ટન્ટ થવા માટે ઘણું બધું ભણવું પડે છે. ઇન્કમટેક્ષ, સર્વિસટેક્ષ, વેટ, એકાઉન્ટસ,કંપની લો, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સ્ટેટજીક મેનેજમેન્ટ વગેરે વિષયોની ૧૦૦૦ – ૧૦૦૦ પાનાની ૧૦ જેટલી ચોપડીઓ તૈયાર કરવી પડે છે. પણ એકવાર પરીક્ષામાં પાસ થયા એટલે જિંદગીભર શાંતિ.

ધોરણ ૧૨ કોમર્સ પછી ૩-૪ વર્ષ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવો પડે છે.

નાની કંપની અને સંસ્થાઓમાં નાના પાયે પણ નામું લખનાર હોય છે.

એકાઉન્ટન્ટ ગણતરીમાં ખૂબ જ હોંશિયાર હોવો જોઈએ.

C .A . ની પરીક્ષા એ ખૂબ જ મહેનત માંગી લે છે. તેનું રિઝલ્ટ ફક્ત ૩ % જ આવે છે. એટલે કે ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી ૩ જ પાસ થાય છે. ખરેખર મોટા એકાઉન્ટન્ટ થવા માટે મોટી તૈયારી કરવી પડે છે.

CA બાદ CS અને ICWA જેવી પરીક્ષાઓ પણ હોય છે. જે પાસ કરનારને વધુ સારી તકો મળે છે.

એકાઉન્ટન્ટ આમ ક્યાય લાઈટમાં આવતા નથી, પરંતુ એ જાય તો કંપનીમાં અંધારું થઇ જાય. જેમ-જેમ વરસો વીતે, અનુભવ વધે તેમ-તેમ એકાઉન્ટન્ટની વેલ્યુ વધતી જાય છે.

સૌજન્ય : ટહુકાર

 

ટીપ્પણી