શું તમારે આર્કીટેક બનવું છે ?

architect

 

આર્કીટેક એ બીજા વિશ્વકર્મા છે. તેઓ ભગવાને બનાવેલી દુનિયામાં બીજી દુનિયા બનાવે છે. અક્ષરધામ, એફિલટાવર, પીરામીડ, તાજમહાલ, બુર્જ ટાવર ( દુબઈ ),અનેક બ્રિજ તથા ફ્લાય ઓવર….. વગેરે દૃષ્ટાંતો છે. આર્કીટેક ધારે તો જંગલમાં સ્વર્ગ બનાવી દે.

આપણે જે ઘરમાં રહીએ છીએ, ત્યાં પહેલા ઝાડવા-કાંટાવાળી જમીન જ હતી. આર્કીટેક તેના વિઝનથી પ્લાન બનાવે છે. રૂમ, દીવાલો, દરવાજા, બારી, લીફ્ટ, બગીચો, ગેરેજ, રોડ-રસ્તા, દાદરા વગેરે ક્યાં કરવા તે આર્કીટેક નક્કી કરે છે.

પછી એન્જિનિયર અને બિલ્ડરની મદદથી નવા ઘરો, ઓફિસો સર્જન પામે છે. આર્કીટેક પ્રથમ કાગળ પર પેન્સિલ અને ખાસ સ્કેલ દ્વારા પ્લાન દોરે છે. ડીઝાઇન કરે છે. તે કમ્પ્યુટર નો ઉપયોગ પણ કરે છે.

બિલ્ડીંગ સાઈટ પર તેની ઓફીસ હોય છે. આર્કીતેકને આવેલો એક નાનો સરખો વિચાર પણ કેમ્પસના રંગ – રૂપ બદલી નાખે છે.

આર્કીટેક થવું એટલે બાળક થવું. દરેક વસ્તુને કુતુહલતાથી નવીનતાથી જોયા કરવી. તેઓ ક્યારેય વિચારને બાંધી દેતા નથી, હંમેશા ખુલ્લું મન રાખે છે.

મહાભારતમાં મય દાનવે બનાવેલ ઇન્દ્રપ્રસ્થ નગરી પણ આર્કીતેકનું ઉદાહરણ ગણી શકાય.

આર્કીટેક બનવા માટે ધોરણ ૧૨ સાયન્સ પછી આર્કીટેક ની લાઈન પસંદ કરવી પડે છે.

ટાઉનપ્લાનીંગ, ફાર્મહાઉસ એન્ડ નેચર પાર્ક, ઈન્ટરિયર ડીઝાઈનીંગ, એન્ટરટેઇન્મેન્ટ પ્રોજેક્ટ, પબ્લિક સ્ટ્રકચર, રેસીડેન્સી, કમર્શિયલ પ્રોજેક્ટ વગેરે જુદા-જુદા ફિલ્ડના નિષ્ણાત આર્કીટેક થવાય છે.

ઘણા બધા સર્જનોની મુલાકાત લઇ, અભ્યાસ કરી, ઘણીવાર વિવિધ ડ્રોઈંગ્સ કરી વ્યક્તિ આ ક્ષેત્રનો અનુભવ પ્રાપ્ત કરે છે.

આમ તો આર્કીટેક એ એક કળા છે. ભગવાનની કૃપાથી જ વિવિધ સર્જનો પ્રથમ આર્કીટેક ના મનમાં સર્જાય છે. અને તેના સપના સાકાર થાય છે.

આર્કીટેક ને લોકોની પસંદ સમજવી પડે છે. અને પોતાના પ્લાનને લોકભોગ્ય બનાવવો પડે છે. એ માટે તેને ખુબજ મહેનત કરવી પડે છે. ઘણીવાર તેને પોતાના ગમતા વિચારો છોડવા પણ પડે છે.

ટીપ્પણી