શું આપણા પ્રધાનો આવું વિચારી પણ શકે?

Gujarati Jokes 297પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત હોવાનું પુરવાર કરવા માટે પત્રકારોનો પડકાર ઝીલ્યો…..

જાપાનના નીચલા ગૃહના સાંસદ યાસુહિરો સોનોડા “ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાંથી એકત્ર કરાયેલું પાણી હવે છોડવાઓને પૂરું પાડવા યોગ્ય છે” તે બાબત સમજાવી રહ્યા હતા….

ત્યારે ઉપસ્થિત પત્રકારો તેમને પાણી સલામત છે એ બાબત પુરવાર કરવાનું કહેતાં સાંસદે ધ્રૂજતા હાથે તે પાણી પી બતાવ્યું હતું.

સાંસદ પાણી સલામત હોવાનું પુરવાર કરવા પાણી પી રહ્યા હતા ત્યારે ટેલિવિઝન કેમેરા સામે જ તેમના હાથ ધ્રૂજવા લાગ્યા હતા.


એમાં વાત જાણે એમ બની હતી કે,

૧૧ માચેઁ આવેલા ભૂકંપ અને સુનામીએ પરમાણુ પ્લાન્ટને નુકસાન પહોંચાડ્યું હતું….

ત્રણ રિએક્ટર્સમાં તેથી કરીને કિરણોત્સર્ગનું પાણી લીક થયું હતું…..

પણ ત્યારબાદ “પ્લાન્ટની આસપાસનો વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ સલામત છે” – તેવી સરકાર અને વીજઉત્પાદન સત્તાવાળા વારંવાર જાહેરાત કરી રહ્યા હતા.

સાંસદ પત્રકારોને પર્યાવરણની સલામતીની ખાતરી આપી રહ્યા હતા….

ત્યારે કેટલાક પત્રકારો તે વાત પુરવાર કરવા આગ્રહ કરી રહ્યા હતા…..

ત્યારે એક તબક્કે ભયના માર્યા તેમણે જણાવ્યું હતું કે, “માત્ર પાણી પીવાથી તેની સલામતીની ખાતરી ના થઇ શકે.”

પણ આખરે પોતે જ પાણી પીને સલામતીની ખાતરી કરાવવી પડી હતી !


આપણે ત્યાં જે આતંકવાદ વિરોધી મોટા મોટા ભાષણો આપે તેને પહેલા એક વાર લડવા મોકલવા જોઈએ!

સલાહ આપતા પહેલા એક વાર અમલ તો કરી જુઓ!! – આપણે ત્યાં પ્રધાનોને પણ આવી ફરજ પાડવી જોઈએ.

શું કહો છો દોસ્તો?

ટીપ્પણી