” વ્હીલ સેન્ડવીચ ” – “ABCD – ANY BODY CAN DO” !!!!

Recipe_AsparagusSmokedPinWheelSandwiches-thumb-496x252-25869

” વ્હીલ સેન્ડવીચ ”

 

** સામગ્રી :-

– કિનારી કાપેલ બ્રેડ : ૯ નંગ

– બટર : ૩ ટી.સ્પુન

– ચીઝ : ૨ ક્યુબ

– ટોમેટો કેચપ : ૩ ટી.સ્પુન

– ગ્રીન ચટણી : ૩ ટી.સ્પુન

 

** રીત :-

 

કિનારી કાપેલ બ્રેડને વેલણથી વણી લેવી, જેથી તે સોફ્ટ અને પતલી થઇ જશે. હવે ૧ રોલ્ડ વ્હીલ સેન્ડવીચ માટે ૩ બ્રેડ ને આ પ્રકાર વણી લેવી. હવે તેમાંથી એક બ્રેડ પેઅર લીલી ચટણી લગાવવી. એ બ્રેડની બોર્ડર પર બીજી બ્રેડ ગોઠવી બીજી બ્રેડ પર બટર અને ખમણેલું ચીઝ મુકવું. હવે તેની બોર્ડર પર જ ત્રીજી બ્રેડ ગોઠવી તેની ઉપર ટોમેટો કેચપ લગાવવો. હવે ધીમે-ધીમે આનો રોલ વાળવો. આ તૈયાર રોલ પર હવે બટર-પેપર લગાવી ફ્રીજમાં અડધો કલાક સેટ કરવા મુકવો. સેટ કરી ફ્રીજની બહાર કાઢી SLAANT કટ કરવા રોલના. આ રીતે ૯ બ્રેડના ૩ રોલ્સ થઇ શકે. તે તૈયાર કરવા અને SLAANT કટ કરી સર્વ કરવા.

બાળકો અને મોટેરાઓને ભાવતી સેન્ડવીચ એક અનોખા રૂપ-રંગમાં પ્રસ્તુત છે.

સૌજન્ય : હર્ષા બેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી