વ્યક્તિની ઓળખ તેની વાણી પરથી !

Gujarati Jokes 264

એક ભાઈ હવાઈ ફુગ્ગામાં ઊડતા હતા!…..

અચાનક જ બેલેન્સ ગયું અને ફુગ્ગાવાળા ભાઈ એ હવાઈ ફુગ્ગો નીચે લીધો ……

એવામાં એમને એક ભાઈ દેખાયા….

ફુગ્ગાવાળા એ બુમ પાડી ને પેલા ભાઈ ને કહ્યું,

મને કહી શકો કે હું અત્યારે ક્યાં છું?

નીચે થી પેલા ભાઈએ જવાબ આપ્યો…

હા, તમે ફુગ્ગા માં છો જમીન થી ૩૦ ફૂટ ઉંચે…

ફુગ્ગા વાળૉ:

તમે જરૂર IT (Information Technology) માં કામ કરતા હશો!

પેલા ભાઈ એ નીચે થી કહ્યું..

હા, કરું છું તમને કેવી રીતે ખબર પડી?

ફુગ્ગાવાળા એ વળતો જવાબ આપ્યો,

સીધી વાત છે !તમે જે કઈ પણ માહિતી આપી તે ટેકનીકલી બરોબર હતી પણ તે કોઈના ઉપયોગ માં ના આવે તેવી હતી.. !!

નીચેથી પેલા ભાઈ એ કહ્યું,

તમે ૧૦૦% ટકા બિઝનેસમેન હશો!!

ફુગ્ગાવાળા એ કહ્યું,

હા! હું છું પણ તમને કેમ ખબર પડી ?

પેલા ભાઈ એ જવાબ આપ્યો,

સીધી વાત છે! તમને તે પણ ખબર નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો…..અને, મારી પાસે થી અપેક્ષા રાખો છો કે હું તમારી મદદ કરું…! તમે એ જ સ્થિતિમાં છો જ્યાં પહેલા હતા પણ, હવે તમે દોષનો ટોપલો મારી પર ઢોળો છો!  🙄

ટીપ્પણી