વિદુર નીતિ પાના નં. ૪

vidur2

 

જે પોતાના આત્માના સ્વરૂપને જાણે છે અને જેને પોતાના સામર્થ્યનું પણ જ્ઞાન છે, જે દુ:ખો અને કષ્ટો સહન કરી શકે છે, જે હંમેશા ધર્મનો પક્ષ લે છે, જે સાંસારિક વિષય ભોગોના આકર્ષણમાં સત્યથી ડગતો નથી તે જ ખરો જ્ઞાની છે.

જે માનવી ઉત્તમ કર્મો કરનાર, ખરાબ કર્મોથી દુર રહેનાર, આસ્તિક (ધાર્મિક) અને શ્રધ્ધાવાન છે તે જ જ્ઞાની છે.

જે માનવીની સંસાર પરાયણતા અસ્થિર હોય, બુદ્ધિ ધર્મ અને અર્થને અનુકૂળ હોય અને જે વિષયરૂપી સુખો પ્રત્યે નિર્વિકાર બની જીવન પસાર કરતો હોય તે જ જ્ઞાની છે.

જે માત્ર સંકેતથી જ કોઈ વાતના મર્મને જાણી લે છે, જે બીજાના વચનોને ધીરજપૂર્વક સાંભળી નિષ્પક્ષરૂપે વિચાર કરતો હોય, જે બીજાની નબળાઈઓનો લાભ ન ઉઠાવતો હોય, બીજાના કાર્યમાં વિઘ્ન ન નાખતો હોય તે જ્ઞાની છે.

જે કોઈ પદાર્થની કામના નથી કરતા, દુર્લભ હોય તેને મેળવવાની ચિંતા નથી કરતા, જે ભૂતકાળનો શોક નથી કરતા, સંકટ સમયે અસંયમિત નથી બનતા તેઓ જ જ્ઞાની છે.

આ ગીતાનો નિષ્કામ યોગ છે. ઘણા લોકો એનો ભાવાર્થ એવો કાઢે છે કે આ વિરક્તિ અર્થાત ભોગનો ત્યાગ કરવાનો આદેશ છે પરંતુ એવું નથી. એનો અર્થ એવો છે કે તમે શરીર, સમાજ, સંબંધ પરિવાર બધાથી સંબંધિત ધર્મ પાળો, પરંતુ તેમની કામના ન કરો. અર્થાત તેની પ્રાપ્તિ માટે માનસિક ચિંતન કરી દુ:ખી થવું અથવા તેને લક્ષ્ય માની લેવું ગુનો છે.

જે બધાજ ભૂતોના તત્વને જાણે છે. (આ સંકેત તત્વજ્ઞાન તરફ છે, આ ગીતા તેમજ ઉપનીષદોનો સાર છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ સૃષ્ટી એક એવા ચેતન પરમતત્વથી નિર્મિત હે જે સૌથી સૂક્ષ્મ છે. તેને વૈદકીય પરમશૂન્યનો સિધ્ધાંત પણ કહેવામાં આવે છે. એનેજ સર્વજ્ઞાની, સર્વજ્ઞાતા, બધાનો નિર્માતા, સ્વયંપ્રભુ, તેમજ શક્તિમાન કહેવામાં આવ્યો છે. આ સંસારની વિભિન્નતા પાછળ આ જ તત્વ સંતાયેલું છે. પોતાના મૂળરૂપમાં આ તત્વ નિર્ગુણ છે. કારણ કે અહી ભૌતિકતાનું વિલીનીકરણ થઇ જાય છે.) જે જાણવા યોગ્ય બધા જ કર્મોની સિદ્ધિની વિધિ જાણતો હોય તેજ જ્ઞાની છે.

એક (પરમાર્થ બુદ્ધિ) વડે, બે (જીવાત્મા અને પરમાત્મા) નું નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને, ત્રણ (કામ, ક્રોધ, તેમજ મોહ) ને ચાર (શામ, દામ, ઉધમ અને શ્રદ્ધા) વડે વશમાં કરનાર, પાંચ (પાંચે જ્ઞાનેન્દ્રિયો) ને જીતી છે, છ (વિષય ભોગો) ની વાસ્તવિકતાને જાણે છે પછી સાત ( પાંચે જ્ઞાનેન્દ્રિયો, મન તેમજ બુદ્ધિ) ને વિષયોથી દુર કરી પોતાના કર્મનું નિર્ધારણ કરે છે. વાસ્તવિક કર્મો કરનાર આવા જ લોકો હોય છે.

જે કર્મ કરી માનવીને પથારીમાં આળોટી ચિંતા કરાવી પડે અર્થાત જરા, આળસ, શક્તિહીનતા, લોક્ભય, આત્મભય, અને ચિંતા થાય એવું કદી પણ કરવું નહિ.

વિનમ્રતા અપયશને, પરાક્રમ સંકટને, ક્ષમા ક્રોધને તથા સદાચાર દુર્વ્યસનોનો નાશ કરી નાખે છે.

ટીપ્પણી