વિદુરનીતિ પાના નં. ૩

vidurniti

 

જીવ આ વિશ્વમાં વારંવાર જન્મ લે છે. તે વધે છે, ઘટે છે, મરે છે, જન્મ લે છે, ક્યારેક બીજાથી માંગે છે તો ક્યારેક બીજા એનાથી માંગે છે. ક્યારેક એ સ્વયં શોક કરે છે તો ક્યારેક બીજા એના માટે શોક કરે છે.આવી રીતે આ સંસારમાં કશું પણ એક સમાન નથી રહેતું માટે તમે કઈ વસ્તુ ની પ્રાપ્તિ માટે દુખી થાવ છો? શું ખોવાઈ ગયું છે જેથી તમે દુ:ખી છો? નશ્વર પદાર્થો તથા સ્થિતિઓ માટે શોક કરવો અજ્ઞાનતા છે.

આ સંસારમાં સારી-નરસી પરિસ્થિતિઓ, નિર્માણ તથા વિનાશ, લાભ તથા હાની, જીવન તથા મરણ વગેરે બધા સાથે લાગણીઓ હોય છે. એટલા માટે વિવેકવાન માનવીને જોઈએ કે તે ઈચ્છાઓને આધીન બની પરિસ્થિતિઓનું દુ:ખ ન કરે કારણકે પરિસ્થિતિઓ ઉપર દેવતાઓનું પણ નિયંત્રણ નથી હોતું.

બીજો પ્રત્યે દ્વેષભાવ ભરેલ અસામાન દ્રષ્ટી રાખનાર તથા બીજાઓમાં ફૂટ(કુસંપ) નાખનારને કોમળ, આરામદાયક શય્યા ઉપર પણ ઊંઘ નથી આવતી, સુંદર પ્રિયતમાઓ સાથે રતિક્રીડામાં પણ સુખ નથી મળતું તેમજ ચરણ-ભાટોની સ્તુતિ (પ્રસંશાઓ) પણ સંતુષ્ટ નથી કરતી કારણકે તે દ્વેષથી વશીભૂત બની સ્વયંને જ નથી જાણતા.

આત્મીય હોવા છતાં વ્યર્થના ભાવોના કારણે અથવા તો ઈર્ષ્યા વશ એકબીજાથી અલગ થઇ જનાર ન તો કોઈ ધર્મનું પાલન કરી શકે છે ન તો તેમનામાંથી કોઈને સુખ મળે છે. તેમની ઉન્નતી પણ નથી થતી. આત્મસુખ થી વંચિત આવા લોકો કોઈપણ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત કરી શકતા નથી. અને તેમને શાંતિ પણ નથી મળતી.

જે પારકા ધન, રૂપ, બળ, પરાક્રમ , સુખ, સૌભાગ્ય, કુલ, આદર વગેરેને જોઈ ઈર્ષ્યા કરે છે તે હમેશા દુખી જ રહે છે, કારણકે એના દુખોનો અંત તેની ઈર્ષ્યા જ થવા દેતી નથી.

ચિંતા કરવાથી અથવા શોકાતુર બનવાથી ન તો દુ:ખોથી છુટકારો મળે છે ના તો ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આનાથી શરીર રોગગ્રસ્ત બની જાય છે. આત્મબળ નાશ થાય છે અને શત્રુ હાંસી ઉડાવે છે. એટલા માટે બહેતર એ જ છે કે મનુષ્ય દુ:ખોના કાલે અથવા ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે, ચિંતા ન કરે.

જે માનવી સ્વજનોના મોહમાં પડીને નિંદાત્મક કાર્યોમાં લીન રહે છે તે પોતાના જીવનથી પણ હાથ ધોઈ બેસે છે. ઉતમ કર્મો જ સુખ પ્રદાન કરે છે અને તેને ન કરનારો જ દુખી બને છે. અર્થાત નિંદનીય કર્મોથી ક્યારેય સુખ પ્રપ્ર કરી શકાતું નથી.

જેની પાસે અત્યાધિક ધન છે તે પણ આ સંસારમાં જીવિત રહે છે અને જેની પાસે નં માત્રનું ધન છે તે પણ જીવિત રહે છે. એવું નથી કે વિશાળ સામ્રાજ્ય ધરાવનાર સુખી રહે છે અને જેની પાસે કશું નથી તેઓ દુખી રહે છે. સુખ-દુઃખનો સંબંધ ધન કે ભૌતિક સાધનોથી નથી.

બુદ્ધિથી ભયનો નાશ થાય છે. તપથી ગૌરવ પ્રાપ્ત થાય છે.ગુરુથી અવિદ્યાનો અંધકાર દુર થાય છે અને બધીજ પરિસ્થિતિઓમાં સમાન ભાવ રાખવાથી દુઃખમાં પણ શાંતિ મળે છે.

જે માનવી અધર્મથી મળેલ મોટામાં મોટી ઉપલબ્ધીને પણ ગ્યાગી દે છે એનાથી ઉત્પન્ન થનાર મોટામોટા દુ:ખોથી પણ છુટકારો પ્રાપ્ત કરી લે છે. બિલકુલ એવી રીતે જેવી રીતે સાપ પોતાની કાંચળી ઉતારી પ્રસન્ન અને સુખી હોય છે.

ટીપ્પણી