વાંચો એક રસપ્રદ અને મજાની વાર્તા “ચતુર ખેડૂત”

ploughing

ચોમાસાના દિવસ હતા. ખેડૂતો ખેતરમાં હળ વડે જમીન ખેડી રહ્યા હતા. બપોરનો સમય છે.

માળવાના ભોજ રાજા એક ખેડૂતના ખેતર પાસેથી પસાર થતા હતા. એમને તરસ લાગી. ખેડૂત પાસે તેમને પાણી માંગ્યું. ખેડુતે તેમને ઠંડું પાણી પાયું અને વિશ્રામ માટે આંબાની નીચે ખાટલો પથારી આપ્યો. ધોમધખતા તાપમાં વિશ્રામ કરતા કરતા રાજા અને ખેડૂત બંને વાતોએ વળગ્યા.

રાજાએ પૂછ્યું: “તારું નામ શું છે અને તું રોજ શું કમાય છે?”

ખેડૂત કહે: “રાજાજી ! મારું નામ વશરામ છે. હું રોજના ચાર રૂપિયા કમાઉ છું.”

રાજા કહે: “વશરામ ! તે ચાર રૂપિયાનું તું શું કરે છે?”

વશરામ કહે: “સાંભળો રાજાજી ! એક રૂપિયાથી મારું પેટ ભરું છું. બીજો ઉધાર આપું છું. ત્રીજાથી ઋણ(દેવું) ચૂકવું છું અને ચોથો રૂપિયો કુવામાં ફેકી દવ છું.”

રાજા વશરામની કોયડાભરી વાત સમજી શક્ય નહિ. એમણે કહ્યું: “ભાઈ ! આમાં તો મને કઈ સમજાયું નહિ. કૈક સ્પશ્તાથી વાત કરે તો સમજાય.”

વશરામે રાજાને સમજાવતા કહ્યું: “’પેહલા રૂપિયા વડે હું મારી પત્નીનું પાલન-પોષણ કરું છું,’ એનો મતલબ પોતાનું પેટ ભરવું. ’બીજો રૂપિયો હું મારા બાળકોની પાછળ ખરચું છું, જેથી તેઓ ઘડપણમાં મારી સેવા કરે’ એનો મતલબ ઉધાર આપવું. ‘ત્રીજો રૂપિયો હું મારા વૃદ્ધ માતા-પિતાની સેવા પાછળ ખરચું છું’, એનો મતલબ એમનું ઋણ ચૂકવું છું. ‘ચોથો રૂપિયો પુણ્ય-દાનમાં ખરચું છું, એનું ફળ મને પરલોકમાં મળશે.’ એટલા માટે મેં તેને કુવામાં ફેકવાનું કહ્યું. હવે તો મારી વાત સમજી ગયાને ?”

રાજા કહે: “વાહ ! ભાઈ વાહ ! હું તો સમજતો હતો કે ખેતી કરનારો ખેડૂત તો જડ જેવો હોય, પણ ભાઈ ! તું તો જબરો ચતુર છે. વશરામ ! તું મને વચન આપ કે- આપના બંને ની વચ્ચે જે વાત થઇ એ તું મારો ચેહરો ૧૦૦૦ વખત જોયા સિવાય કોઈને કેહ્તો નહિ.”

વશરામેં એ વાત નું રાજાને વચન આપ્યું.

રાજા ભોજ તો ઘોડો દોડાવતા રાજમહેલમાં પોહાચી ગયા અને ભરદરબારમાં જયારે અલક-મલકની વાતો ચાલતી હતી ત્યારે તેમને દરબારમાં પ્રશ્ન કર્યો:

“આજે હું તમને સૌને એક પ્રશ્ન પુછું છુ. એક ખેડૂત રોજના ચાર રૂપિયા કમાય છે. એક રૂપિયાથી પેટ ભરે છે. બીજો ઉધાર આપે છે. ત્રીજાથી દેવું(ઋણ) ચુકવે છે અને ચોથો કુવામાં ફેકી દે છે. આ પ્રશ્નનો જે મને સાચો અને સંતોષકારક જવાબ આપશે તેને હું મોટું ઇનામ આપીશ.”દરબારમાં હાજર વ્યક્તિમાંથી કોઈ રાજાનો જવાબ આપી શકી નહિ તેથી રાજાએ ૭ દિવસની મેહ્તલ આપી.

રાજાનો મુખ્યમંત્રી ખુબ હોશિયાર હતો. એણે તપાસ કરાવી કે આ બે દિવસોમાં રાજાએ કોની કોની મુલાકાત લીધી છે. આખરે તપાસ કરતા જાણવા મળ્યું કે રાજાએ ખેડૂત સાથે વાતો કરી હતી.

મંત્રી પેલા વશરામ ખેડૂત પાસે પહોચ્યો અને એની પાસેથી વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો. પણ વશરામ ખુબ ચતુર હતો, એમ સેહલાઈથી વાતો કરે તેમ ન હતો. તેણે મંત્રીને કહ્યું: “ મેં રાજાજી સાથે શરત કરેલી કે તેમનો ચેહરો ૧૦૦૦ વખત જોયા સિવાય હું આ ભેદ નહિ ખોલું. એટલે હું લાચાર છું.”

મંત્રી વશરામની વાત સમજી ગયો અને તેણે વશરામ ને રાજાની છાપવાળી ૧૦૦૦ સોનામહોરોની થેલી આપી. વશરામ તે થેલી ઘરમાં મૂકી પોતાની અને રાજા વચ્ચે જે વાત થયેલી તે સંભળાવી.

મંત્રી ખુશ થઇ ઘરે ગયો અને સાત દિવસ પછી રાજાએ ફરી આ સવાલ દરબારમાં કર્યો અને મંત્રીએ તેનો સંતોષકારક જવાબ આપ્યો.

રાજા કહે: “મંત્રીજી ! મારા પ્રશ્નનો સાચો જવાબ તમે ક્યાંથી મેળવ્યો ?”

મંત્રીએ બેધડક પેલા વશરામ ખેડૂતનું નામ બતાવ્યું.

રાજાએ વશરામને બોલાવી ધમકાવતા કહ્યું : “વશરામ ! તે મારા વચનનો ભંગ કર્યો ને ? “

વશરામે નીડરતાથી કહ્યું : “ અન્નદાતા ૧ મેં આપના વચન નું પૂરેપૂરું પાલન કર્યું છે. જુઓ, આ આપના ચેહરા-મહોરવાડી ૧૦૦૦ સોનામહોરો. જે મંત્રીજીએ મને આપી છે. મેં એ મહોરો પર ૧૦૦૦ વાર આપનો ચેહરો ધ્યાન પૂર્વક જોયા પછીજ મંત્રીજીને સાચે સાચી વાત કહી છે.”

ભોજરાજા ખુશ થયા અને એને ઇનામ આપ્યું.

 

સૌજન્ય : નિધિ પટેલ