વર્ષાદ મા માણીએ ગરમા ગરમ ‘મકાઈનો લિલો ચેવડો’…

1000793_10151492227956088_1998470140_nવર્ષાદ મા માણીએ ગરમા ગરમ ‘મકાઈનો લિલો ચેવડો’

 

*સામગ્રી :-

2 નંગ કુણી મકાઈ

2 ચમચા તેલ

1 ચમચી જીરું

2 નંગ કાંદા (જીના સમારેલા )

1 નંગ લીલા મરચા ( જીના સમારેલા )

6/7 લીમડા ના પાન

100 ગ્રામ કોબીચ ખમણેલી

100 ગ્રામ પલારેલા સાબુદાણા

2 ચમચી પીસેલું આદુ

લીંબું ,મીઠુ ,ખાંડ સ્વાદ અનુસાર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી મરી નો ભૂકો

સજાવટ માટે જીણી સમાંરેલી કોથમરી

 

*રીત :-

સોવ પ્રથમ મકાઈ ને કૂકર માં બાફી લ્યો , તેના દાણા કાઢી ને મિક્ષ્ચર માં પીસી લ્યો , પાણી નાખ્યા વગર. ગેસ ઉપર એક કડાઈ મૂકી તેમાં તેલ નાખો ,તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરો. જીરુ લાલ થઇ જાય પછી તેમાં લીમડા ના પાન,મરચા નાખો.

ત્યાર બાદ તેમાં કાંદા નાખો , કાંદા આછા ગુલાબી રંગ ના થઇ જાય પછી તેમાં આદુ ઉમેરો. કોબીચ નાખો ને કોબીચ ને 2 મિનીટ ચડવા દ્યો, પછી તેમાં સાબુદાણા ઉમેરો.સાબુદાણા ને પણ 2 મિનીટ ચડવા દ્યો. પછી પીસેલી મકાઈ ઉમેરો. બધા મસાલા નાખો. ફરી એકવાર હલાવી લ્યો. ને પીરસતી વખતે કોથમરી થી સર્વ કરો.

* આ વાનગી દહીં સાથે પણ ખાવાય.

* આ વાનગી જૈન પણ બનાવી સકાય.

ટીપ્પણી