“ભાજપા – કામ કરવામાં ઝીરો પણ ઈલેક્શનમાં હીરો!” – જાણો કોણે કહ્યું?

એક સમય એવો હતો કે કોંગ્રેસ કામ કરવામાં પાછળ હોવા છતા દરેક ઈલેક્શન જીતતી હતી આજે એવું જ ભાજપનું છે. જો કે અમે અમારી હાર માટે ઈ.વી.એમ. ને જવાબદાર નહીં જણાવીએ. – શિવસેનાનું મુખપત્ર સામના

શુક્રવારે, ભાજપે ચંદ્રાપુર તથા લાતુર પાલિકા પણ જીતી લીધી હતી જ્યારે કોંગ્રેસ પરભની માં આગળ રહી હતી.

“પ્રધાનમંત્રી મોદી તથા મુખ્યમંત્રી ફડનવીસ ચૂંટણી જીતવા નિતનવા અખતરા કરે છે”- સામના

ઊલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ ૧૦ માંથી ૮ માં વિજયી બનેલ અને મુંબઈ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર વિધાનસભા અને લોકસભામાં શિવસેના એ ભાજપ નો સાથી પક્ષ છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ અને શિવસેના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરે ની તાજેતરમાં મુલાકાત થયેલ છે અને ગુજરાતમાં ૨૦૧૭માં જ ચૂંટણી છે તો સામના ના આ હુમલાની અસર ગુજરાત પર પણ પડી શકે છે.

ટીપ્પણી