બે જુના મિત્રો ફરી મળ્યા..ત્યારે…

Boys looking at a picture on a mobile phone“ઘણા વર્ષો પછી બે

મિત્રો રસ્તા માં મળી ગયા

ધનવાન મિત્રએ તેની આલીશાન ગાડી પાર્ક

કરી અને

ગરીબ મિત્ર ને કહ્યું ચાલ આ

ગાર્ડનમાં થોડી વાર બેસીએ, ચાલતા ચાલતા

ધનવાન મિત્રએ ગરીબ મિત્ર ને કહ્યું

તારા અને મારામા ઘણો ફર્કરહી ગયો ,

હું અને તું સાથે જ ભણ્યા મોટા થયા પણ

હું ક્યાં પહોચ્યો અને તું ત્યાજ રહી ગયો.

ચાલતા ચાલતા ગરીબ મિત્ર અચાનક

ઉભો રહી ગયો

ધનવાન મિત્રએ પૂછ્યું શું થયું ?

ગરીબ મિત્રએ કહ્યું તે કોઈ અવાજ સાંભળ્યો ?

ધનવાન મિત્રએ પાછળ ફરીને જોયું અને પાંચ

નો સિક્કો ઉઠાવ્યોને બોલ્યો

આતો મારા ખિસ્સામાંથી પડેલા પાંચ

નાં સિક્કા નો રણકાર હતો

ગરીબ મિત્ર બાજુના એક કાંટાળા નાના છોડ

તરફ ગયો,

જેમાં એક પતંગિયુંફસાયું હતું જે બહાર

નીકળવા પાંખો ફફડાવતું હતું ,

ગરીબ મિત્રએ તેને હળવેથીબહાર કાઢ્યું અને

આકાશમાં મુકત કરી દીધું .

ધનવાન મિત્રએ આતુરતાથી પૂછ્યું તને

પતંગિયા નો અવાજ કેવી રીતે સંભળાયો ?

ગરીબ મિત્રએ નમ્રતાથી કહ્યું , તારામાં અને

મારામાં આજ ફર્ક રહી ગયો

તને ‘ધન’નો રણકાર સંભળાય છે અને મને

‘મન’નો રણકાર સંભળાય છે .

ટીપ્પણી