બાપ બાપ હોતા હૈ ઔર બેટા બેટા – ક્યા સમઝે ?

gujarati Jokes 266

આજે ૧ જુનો ને જાણીતો જોક!

કોલેજ ના બે સીનીયર વિદ્યાર્થી ની વીકલી ટેસ્ટ હતી..

અને, તેવા માં તે બંને એ પાર્ટી માં જવાનું નક્કી કર્યું.. !

બીજે દિવસે પ્રોફેસર ને આવી ને કહેવા લાગ્યા કે,

ગઈ કાલે અમ્મારી ગાડી ના ટાયર ખરાબ હોવાને કારણે, ગાડી બંધ પડી ગઈ તેથી કઈ વાચ્યું નથી, અમને એક દિવસ વધુ જોઈએ છે.. !!

પ્રોફેસરે કહ્યું,

કઈ વાંધો નહિ… કરી લો તૈયારી..આપ્યો એક દિવસ વધુ..!

બંને ખુશ થઇ રૂમ પર આવી ને વાંચવા જ લાગ્યા…. બધું વાંચી કાઢ્યું..કઈ બાકી ના રાખ્યું..!

બીજે દિવસે જયારે બંને પરીક્ષા આપવા આવ્યા ત્યારે બંનેને અલગ રૂમ માં જવાનું કેહવામાં આવ્યું….

બંને તેની બેંચ પર જઈ ને બેઠા..પ્રથમ સવાલ વાંચ્યો…

એટમ નું સ્ટ્રક્ચર સમજાવો? ૫ માર્ક્સ …

બંને વાંચી ને મોજ માં આવી ગયા આ તો સાવ પપલુ પેપર લાગે છે, અને બહુ સરળ રીતે પ્રથમ જવાબ આપ્યો..!

બીજો પ્રશ્ન: તે ટાયર કયું હતું? ૯૫ માર્ક્સ..   😛


તમારી સાથે ક્યારેય આવો અનુભવ થયો છે? જો હા, તો કોમેન્ટ માં જરૂરથી કણાવજો ! મજા આવશે !

ટીપ્પણી