બનાવો એક નવી જ વાનગી, “સુજી ટોસ્ટ”

993057_10201675811763913_1294455870_nસુજી ટોસ્ટ

સામગ્રી :

સુજી – 1 / 2 કપ

દહીં – 1 / 2 કપ

પાણી જરૂર મુજબ

ડુંગળી ઝીણી સમારેલી – 2 નંગ

લીલા મરચા ઝીણા સમારેલા – 2 નંગ

ગાજર ની છીણ – 1 નંગ

કોથમીર સમારેલી – 2 ટે .સ્પૂન

ચાના દાળ – 1 ટે . સ્પૂન

અડદ ની દાળ – 1 ટે .સ્પૂન

રાઈ – 1 ટી . સ્પૂન

હિંગ – ચપટી

લાલ મરચું – 1/ 2 ટી . સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓઈલ – 2 ટે .સ્પૂન

બ્રેડ – 4 – 5 નંગ

કાળા તલ – 2 ટે .સ્પૂન

 

રીત :

એક બોવ્લ માં સુજી , દહીં , ડુંગળી , લીલા મરચા , લાલ મરચું પાવડર , મીઠું મિક્ષ કરો . જરૂર મુજબ પાણી નાખો ખીરું તૈયાર કરો .એક પેન માં ઓઈલ લઇ રાઈ નાખો , રાઈ તતડે પછી ચાના દાળ , અડદ દાળ નાખી થોડી સેકી લો . હિંગ નાખી હલાવી ને સોજી ના મિશ્રણ માં મિક્ષ કરી લો . એક બ્રેડ લઇ તવા પર શેકી લો . બ્રેડ ની શેકેલી બાજુ પેર સુજી નું મિશ્રણ લગાવો . કાળા તલ લગાવો પછી સેકી લો .ગરમા ગરમ પીરસો . સાથે ટોમેટો કેચ અપ , લીલી ચટણી હશે તો સ્વાદ માં વધારો થશે .

ટીપ્પણી