જલ્સા કરોને જેંતીલાલ

ફોટા હવે સ્માર્ટફોનથી જ તમે પ્રિન્ટ કરી શકશો…જલદ્દીથી જાણી લો આ ડિવાઈસ વિશે

સોશિયલ મીડિયાનાં સમયમાં ઘણા બધા એવા ડિવાઈસ અવેલબલ છે જે કોઈ પણ કામને સરળ બનાવી દે છે. સેલ્ફિ લેવી છે તો સેલ્ફિસ્ટિક પણ અવેલબલ છે, પણ છેવટે તો તમે બધા ફોટા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ તમે સેવ રાખતા હશો. પણ અચાનક કોઈ વાઈરસનાં કારણે બધો જ ડેટા ઉડી જતો હોય છે. પછી માથે હાથ રાખીને અફસોસ કરતા હોઈએ છીએ કે કાશ કે આ ફોટો પાછા મળી જાય વગેરે વગેરે. ઈમેજીસ એ બધી પળોની યાદગીરી સમાન હોય છે, એટલે અત્યારે દરેક વ્યક્તિ તેની સોફ્ટ કોપીઝને સાચવીને રાખે છે.

જોવા જઈએ તો અત્યારે તસવીરોને કોઈ પ્રિન્ટ કઢાવવાનું પસંદ નથી કરતું, પરંતુ અંતે તો યાદગીરીને સાચવી રાખવા માટે તો સૌથી બેસ્ટ આ પ્રિન્ટ થયેલી જ ફોટો જ સેફ રહે છે. આપણા વડીલો જયારે પોતાનાં બ્લેક એન્ડ વાઈટ અથવા કલર ફોટો બતાવની જે તે સમયની મેમરીઝ શેર કરતા હોય છે, ત્યારે એવું લાગતું હશે કે આપણી પાસે પણ જો તસવીરો આવનારી પેઢીને બતાવવા માટે હોય તો કેટલું સારું? ફોનમાં ફોટા હોવા અને હાથમાં તેની પ્રિન્ટ હોવી એ બંને વાતો અલગ જ છે, આખરે તો તસ્વીરને સ્પર્શીને પળોને સ્મરણ કરવી એ જ સૌથી વધારે મને ખુશી આપે છે. આપણા બધાનાં ઘરમાં અમુક ફોટા તો દિવાલ ઉપર લાગેલાં જ હશે, જેને જોતા જ મનમાં યાદ તાજા થઈ જતી હોય છે.

લોકોમાં  પ્રિન્ટ થયેલી તસ્વીરોની ઇમ્પૉર્ટન્સ્ વધે તેનાં માટે એક ટોચની કંપનીએ એક યૂઝસફુલ ડિવાઈસ લૉન્ચ કર્યું છે. જે સમય બગાડ્યા વિના જે તે સમયે ફોટોની કોપી કે પ્રિન્ટ કાઢી આપે છે. તેમાં પણ ખાસ અત્યારનાં સોશિયલ મીડિયા અને ટેક લવર્સ માટે આ આઉટ્સ્ટૅન્ડિંગ ડિવાઈસ છે. તો જાણો આ ડિવાઈસ અંગે વિગતમાં અને પ્રિન્ટ કરતા રહો મન ચાહી તસવીરો.

હાલમાં જ ટેક્નોલૉજી કંપની એચપી એ એક પૉકેટ સાઈઝ પ્રિન્ટર લૉન્ચ કર્યું છે. આ ડિવાઈસનું નામ HP Sprocket છે, જેની કિંમત ૮,૯૯૯ રુપિયા છે. આ પ્રિન્ટર યૂઝર્સને ફોનથી તરત જ ફોટોને પ્રિન્ટ કરવાની સુવિધા આપે છે. તમારા મોબાઈલમાં બ્લુટુથ સાથે કનેક્ટ કરીને ૨x૩ ઈંચની ફોટો પ્રિન્ટ કરી શકાશે. જેના માટે આ ડિવાઈસ જિંક ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. આ તકનીક ઈંક કે ટોનર કાર્ટેજ વગર જ સ્મજ પ્રૂફ, વોટર રેઝિસ્ટન્સ અને કલરફૂલ પ્રિન્ટ કાઢવામાં મદદ કરે છે. છેને એકદમ આ સુપર્બ ડિવાઈસ, જે ફોટો સેવી માટે સૌથી વધારે ઉપયોગી છે.

HP Sprocket વિશે ડિટેલમાં જાણીયે

આ HP Sprocketની ઍપ પણ અવેલબલ છે, જેને ઍનરૉઇડ અને આઈઓએસ યૂઝર્સ જ ડાઉનલોડ કરી શકે છે. HP Sprocketની હેલ્પથી યૂઝર્સ તેમનાં ફેસબુક કે ઈન્સટાગ્રામ પરથી તેમની કે અન્ય વ્યક્તિ સાથેની ફોટો ફટાફટ પ્રિન્ટ કરી શકશે. તમે તમારી ફ્રેન્ડસ કે ફેવરીટ વ્યક્તિની સાથે લીધેલ તસવીરોને પ્રિન્ટ કરીને તે જ સમયે ગિફ્ટ પણ કરી શકશો. આ યુઝ્કુલ ડિવાઈસ અંગે કંપનીએ જણાવ્યું હતું કે ‘આ એપ યૂઝર્સને લગભગ દરેક પ્રકારનાં ઈમેજ ફોર્મેટ ઉપર કરવાની સુવિધા આપે છે.’ આ સિવાય એચપીનાં સીનિયર ડિરેક્ટર રાજ કુમાર ઋષિએ કહ્યું કે આજકાલનાં સમયમાં બધા જ ફોટોની સોફ્ટ કોપીને સહેજીને રાખે છે, જેથી પ્રિન્ટ થયેલી ફોટોને બહુ ઓછા લોકો રાખતા હોય છે. આ જ કારણથી કંપની એ આ પ્રિન્ટરને બનાવ્યું છે.

 

અન્ય પ્રિન્ટર પણ ઉપલબ્ધ છે

તમને માર્કેટમાં આ સિવાય અન્ય પ્રિન્ટર મળી રહેશે અને તેમની કિંમત પણ ઓછી છે. ઈ-કોમર્સ વેબસાઈટફ્લિપકાર્ટ ઉપર એચપી ડેસ્કજેટ ૨૧૩૧ ઓલ-ઈન-વન પ્રિન્ટર મળી રહેશે. જેની વાસ્તવિક કિંમત ૪,૨૬૦ રુપિયા છે પણ આ વેબસાઈટ તમને ૨૯ % નું ડિસ્કાઉન્ટ આપીને ૨,૯૯૯ રુપિયામાં આપે છે.

 

 

 

 

 

 

 

http://www.jagran.com/technology/latest-launch-hp-launches-pocket-size-photo-printer-at-rs8999-16713618.html

 

 

Exit mobile version