ફાસ્ટ યુગ

ફાસ્ટ યુગ આવ્યો એટલે શુભ પ્રસંગે જમણવારની પંગત પડવાને બદલે હવે બુફે સ્ટાઈલથી જમવાનું રહે છે.

હજી વધુ ફાસ્ટ યુગ કેવો હશે ? તો જમવાના મેનુમાંથી ચાવીને ખાવાની વાનગીઓ અદૃશ્ય થઈ જશે.

ચાવવામાં બહુ સમય બગડે છે. સુપ, દાળ, ખીર, બાસુદી, કેરીનો રસ વગેરેની જેમ રોટલીનો સુપ, શાકનો ડેઝર્ટ . . .

બધું જ ક્રશ કરીને લિક્વિડ ફોર્મમાં મળશે.

પ્રસંગે ખાવાનો સમય હોય તો ખાઓ નહિ તો વર-વધૂને વિશ કરીને જુદી-જુદી લિક્વિડ વાનગીની પોલીથીન બેગ્સ લઈને ચાલતા થાઓ,

સમય મળે ત્યારે જમી લો.