પ્રોફેસર શેર…તો વિદ્યાર્થી સવા શેર….!!

0481_joke-1કોલેજ ના એક છોકરાને પ્રોફેસરે કાયદા ના વિષય માં નાપાસ કર્યો .

છોકરો ગયો પ્રોફેસર ના ઘરે .

છોકરો – સર , તમે કાયદા વિષે બધું જ જાણો છો ?

સર – હા .

છોકરો – હું તમને એક સવાલ પૂછું , જો તમે સાચો જવાબ આપશો તો તમે મને ફેઈલ કર્યો તેમાં કોઈ વાંધો નહિ રહે , પણ જો તમે સાચો જવાબ ના આપી શક્યા તો તમારે મને A ગ્રેડ સાથે પાસ કરવો પડશે .

પ્રોફેસર માની ગયા – બોલ સવાલ .

છોકરો – આ ત્રણ નું એક ઉદાહરણ આપો . પહેલું એવું શું છે કે જે કાયદેસર છે પણ લોજીકલી યોગ્ય નથી , બીજું લોજીકલી યોગ્ય છે પણ કાયદેસર નથી અને ત્રીજું કાયદેસર પણ નથી અને લોજીકલી પણ નથી .

પ્રોફેસર ઘણું મથ્યા પણ જવાબ આવડ્યો નહિ અને છોકરા ને A ગ્રેડ સાથે પાસ કરવો પડ્યો .

બીજા દિવસે પ્રોફેસરે ક્લાસ માં આ સવાલ છોકરાવ ને પૂછ્યો .

બધા છોકરાવે હાથ ઉચો કર્યો , પ્રોફેસર તો આશ્ર્ય્ચકિત થય ગયા .

એક છોકરા ને ઉભો કર્યો અને કીધું બોલ જવાબ –

છોકરો – સર તમારી ઉમર 60 છે પણ લગન 25 વર્ષ ની છોકરી સાથે કર્યા છે આ છે તો કાયદેસર પણ લોજીકલી યોગ્ય નથી .

બીજું , તમારી પત્ની ને 23 વર્ષ નો એક બોયફ્રેન્ડ છે આ કાયદેસર નથી પણ લોજીકલી યોગ્ય છે ,

અને ત્રીજું , તમારી પત્ની નો બોયફ્રેન્ડ પરીક્ષામાં માં નાપાસ થયો હોવા છતાં તમે તેને A ગ્રેડ આપ્યો ,આ કાયદેસર પણ નથી અને લોજીકલી યોગ્ય પણ નથી .

ટીપ્પણી