પ્રોટીન અને વિટામીન થી ભરપુર ‘બીન્સ સલાડ વીથ પીતા’

1057036_10151498487071088_278431984_n

 

પ્રોટીન અને વિટામીન થી ભરપુર ‘બીન્સ સલાડ વીથ પીતા’

 

સામગ્રી:-

૧૦૦ ગ્રામ બીન્સ બફેલા

૩/૪નંગ કાંદા

૩ નંગ ટામેટા

૧ નંગ કાકડી

૧૫ નંગ ઓલીવસ

૨ નંગ જીના સમારેલા મરચા

૩૦૦ ગ્રામ મેંદા નો લોટ

૧ ચમચી ઇસ્ટ

લસણ આદુ ની પેસ્ટ

પનીર

દહીં

તેલ

હળદર,મરચુ,ધાણાજીરુ,મીઠું,મરી નો ભૂકો

લીંબું

કોથમરી.

 

રીત :-

સોવ પ્રથમ તમે કોઈ પણ બીન્સ પલાળી ને બાફી લો. ( કીડની બીન્સ,ફોવાબીન્સ,પિંટોબીન્સ,રાજમાંબીન્સ)એક કડાઈ માં તેંલ મુકી ને પેલા જીના સમારેલા કાંદા નાખો. આદુ લસણ ની પેસ્ટનાખી ને સાતળી લો.પછી જીના સમારેલા ટામેટા નાખો.પછી બધા સુકા મસાલા નાખો નેપાચ મીનીટે સુધી હલાવો.પછીબાફેલા બીન્સ નાખી દ્યો.લીંબું નાખી ને હલાવી દ્યો.

હવે દહીં ની અંદર મીઠું,લસણ ની થોડી પેસ્ટ, જીની સમારેલી કોથમરી નાખી ને મિકસ કરી દ્યો. પનીર મા થોડુ મીઠું નાખી ને હાથે થી ભૂકો કરી દ્યો.ટામેટા, કાંદા, કાકડી ને મીડીયમ આકાર ના કાપી લ્યો.તેમાં મીઠું, મરી નો ભૂકો અને એક ચમચી તેલ નાખો.ઓલીવ્સ ને પણ સુધારી લ્યો.

પીતા ( રોટી) બનાવા માટે મેંદા ના લોટ મા બે ચમચી તેલ,મીઠું,એક ચમચી ઇસ્ટ નાખી ને ગરમ પાણી થી લોટ બાંધી લ્યો.બે કલાક લોટ ને ઢાકી ને રાખી મુકો. પછી તેની જાડી વણી ને રોટી બનાવો.

એક પ્લેટ મા પેલા બીન્સ પથરો. ત્યાર બાદ દહીં નુ ડીપ પાથરો.પછી ટામેટા, કાંદા, કાકડી નો સલાડ પથરો.પનીર નો ભૂકો પાથરો.ને ઉપર ઓલીવ્સ રાખી ને ગરમ ગરમ પીતા સાથે પોષ્ટિક સલાડ સર્વ કરો. આ સલાડ બ્રેડ સાથે પણ ખવાય.અને ઇસ્ટ વગર ની નોર્મલ ઘઉ ની બનાવેલી રોટલી સાથે પણ ખવાય.

રસોઈ ની રાણી કવિતા શેઠ(કવિતા શેઠ ( એડીસઅબાબા, ઇથોપીયા )

ટીપ્પણી