પ્રાર્થનાના સ્વામી બનીએ…!

child_praying

 

પપ્પા ! આજે તો હું તમારી સાથે મંદિર આવીશ…ત્યાં શું કરીશ ?

 

પ્રાર્થના..

 

તને નથી આવડતી તોય આવીશ, બાબો પપ્પા સાથે મંદિર ગયો !!

પપ્પા ભગવાન સામે ઉભા રહી સ્તુતિ બોલવા લાગ્યા બાબો પણ અસ્પષ્ટ શબ્દોમાં કઈક બોલવા લાગ્યો…

 

બહાર આવીને પપ્પાએ પૂછ્યું…

 

અલ્યા ! તને પ્રાર્થના તો આવડતી નહોતી છતાં ભગવાન પાસે કઈક

બોલતો તો હતો…તો શું બોલ્યો ?…

 

પપ્પા હું આખી એ,બી,સી ,ડી પાંચ વાર બોલી ગયો ને ભગવાનને કઈ દીધું કે

આમાંથી તારી પ્રાર્થના તું બનાવી લેજે !

દીકરાના જવાબથી બાપની આંખમાં આંસુ આવી ગયા………..!

 

શબ્દોની પ્રાર્થનાતો આપણે અનેકવાર કરી પણ ભાવની પ્રાર્થના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરમાત્મા સાથે એકાકાર બનવું ખુબ મુશ્કેલ

છે …..!!!!!

 

બાપ પાસે શબ્દોની પ્રાર્થના હતી. દીકરા પાસે ભાવની !!!

કારણ કે એમાં પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર હતો!!

આવો એવી પ્રાર્થનાના સ્વામી બનીએ…!

 

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

 

સૌજન્ય : વિનોદભાઈ ચાવડા (બરોડા)

ટીપ્પણી