પ્યારની વાતો

Gujarati Jokes 325

રહેવા દો હવે રોજની તકરારની વાતો,

બેસીને કરો કોઈ દી તો પ્યારની વાતો.

બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,

રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.

ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,

સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.

આપ્યું તું તને તેજ ગણી સ્થાન નયનમાં,

પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.

રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,

કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.

સૌજન્ય – શિવમભાઈ પંડ્યા

ટીપ્પણી