જલ્સા કરોને જેંતીલાલ

પીએમ મોદીને આપી હતી ઘમકી..હવે સહન નહીં થાય, ભોગવવા માટે તૈયાર રહો

હરિયાણાનાં ગુરમીત રામ રહિમનો કેસ હજી પણ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. રામ રહિમનાં અમુક ડેરાને સીલ કરી દેવામાં આવ્યાં છે અને અમુકમાં હજી પણ તપાસ ચાલી રહી છે. તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે તેનાં ડેરા માંથી એક ગૂફા ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલી હતી. તેનાં તમામ કૃત્યોમાં દિકરી હની સિંહ અને અમુક ચેલાઓ પણ સામેલ હતાં. ડેરામાં હજારોની સંખ્યામં આધુનિક હથિયારો અને હાડપિંજર પણ મળી આવ્યાં છે.

ક્રાઈમ બ્રાન્ચનાં અનુસાર રામ રહિમ ચાઈલ્ડ ટ્રાફિકિંગ જેવા કામ પણ કરતો હતો. પાનીપતની એક સ્ત્રી જે રામ રહિમની ભક્ત છે, તેણે જ્ણાવ્યું હતું કે જ્યારે તેનો પુત્ર ૨ વર્ષનો હતો ત્યારે તેણે ડેરામાં પોતાનાં પુત્રને દાનમાં આપી દિધો હતો. ૧૨ વર્ષ થઈ ગયા છે અને આજે પણ તેમનાં સંતાનની કોઈ જાણકારી નથી. આવી કોઈ કમ્પ્લેન અન્ય કોઈ દ્વારા કરવામાં નથી આવી, પણ આ અંગે તપાસ ચાલુ જ છે. આ સિવાય જયારે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન પણ રામ રહિમનાં ચેલાઓ એ શહેરમાં હિંસાઓ ફેલાવી હતી. તે સમયે શહેરમાં કર્ફ્યુ મુકવામાં આવ્યું હતું.  આખરે તેને સાધ્વીઓનાં  રેપનાં ગુનાહમાં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહિમ નકલી છે એવી વાતો પણ બહાર આવી હતી, પરંતુ આ વાત સાચી નથી. તે છત્તા પણ શંકા દૂર કરવા માટે તેની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

દુષ્કર્મનાં આરોપમાં જેલમાં બંધ રામ રહિમને હવે જેલમાં શાકભાજી ઉગાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેને અન્ય કેદીની જેમ જ દિવસમાં ૮ ક્લાક કામ કરવાનું રહેશે અને પ્રતિદિવસ તેને ૨૦ રુપિયાની મજૂરી મળશે. જેલ પ્રશાસન દ્વારા તેને શાક વાવવાનું કામ સોંપવમાં આવ્યું છે. રામ રહિમ જેલમાં લીલા મરચા, ટામેટા, કોબીજ, ભીંડા અને રીંગણ જેવાં શાક વાવશે.

રામ રહિમનો કેસ જ્યારથી કોર્ટમાં પેશ થયો છે ત્યારથી જ એવી ઘટનાઓ અને બનાવો સામે આવ્યાં છે જે આશ્ચર્ય પમાડે તેવા છે. હજી પણ ન જાણે કેટલાં કૃત્યો સામે આવવાનાં બાકી છે. તેમાનાં એક ઘટના એવી પણ છે જેનાં વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય. તો જાણો રામ રહિમનાં ચેલાએ કરેલી કરતુત વિશે.

રામ રહિમ અને તેનાં  ચેલાઓ પોતાને સરકારથી ઉપર સમજવા લાગ્યા હતાં. આ જ કારણ છે કે સાધ્વીઓ સાથે રેપનાં મામલાની સુણવાઈ પહેલા ડેરા પ્રવક્તા અને એમએસજી ગ્લોરિયસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સિરસાનાં એડમિનિસ્ટ્રેટર દિલાવર સિંહ એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી દીધી હતી. દિલાવર સિંહે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર ઉપર દબાણ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. રામ રહિમની કોર્ટમાં પેશી પહેલાં લગભગ અમુક દિવસ અગાઉ દિલાવરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ભાજપાનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલને પત્ર મોકલીને કહ્યું હતું કે હવે વધારે સહન કરવામાં નહીં આવે. ગુરુજીની આન-બાન-શાન ખિલાફ કંઈ થયું તો તેનો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.

પ્રધાનમંત્રી મોદીને સંબોધિત કરતા એક પત્ર પણ ટ્વીટર ઉપર પોસ્ટ કર્યો હતો, જેની ભાષા એકદમ અસભ્ય હતી. દિલાવરે ગુરમીત રામ રહિમ દ્વારા કરાયેલ સમાજ સેવાનો હવાલો આપતા કહ્યું હતું કે તેમને જુઠ્ઠા આરોપોમાં ફસાવામાં આવ્યાં છે.

સાત દિવસની રિમાંડ ઉપર

દિલાવર સિંહને પંચકૂલા પોલીસએ સોનિપતથી પકડીને કોર્ટમાં પેશ કરાવ્યા બાદ સાત દિવસની રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. પોલીસએ તેની પૂછતાછ કરી હતી હતી અને રામ રહિમ અંગે ઘણી ડિટેલ્સ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને સંદેહ છે કે રાસ રહિમ સુધી દિલાવર જ છોકરીયો પહોંચાડવામાં સામેલ હતો. દિલાવરનાં સંબંધીઓને પણ જેલમાં પૂરવામાં આવ્યા છે, કારણ કે તેમને આ પ્રવૃત્તિ અંગે જાણ હોવા છત્તા પણ પોલીસને આ અંગે જાણ કરી નહોતી.

 

 

 

http://naidunia.jagran.com/national-ram-rahim-close-aide-dilawar-insaan-has-threatened-pm-modi-too-1318064

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version