“પિતા” – ઘરનું અસ્તિત્વ

Gujarati Jokes 278જો ‘મા’ ઘરનું ગૌરવ તો ‘પિતા’ ઘરનું અસ્તિત્વ હોય છે….

‘મા’ પાસે અશ્રુધારા તો ‘પિતા’ પાસે સંયમ હોય છે….

બંને સમયનું ભોજન ‘મા’ બનાવે છે જયારે જીવનભર તેની વ્યવસ્થા કરનાર ‘પિતા’ ને આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ….

જયારે કોઈ જખમ કે ઠોકર વાગે ત્યારે ‘ઓય મા’ જ મો માંથી પહેલા યાદ આવે;

જયારે રસ્તો ક્રોસ કરતા હોઈએ ત્યારે ટ્રક સામેથી આવતો હોય ને અચાનક બ્રેક લાગે ત્યારે ‘બાપ રે!’ જ યાદ આવે છે ને?

કારણકે નાના નાના સંકટ માં તો ‘મા’ છે જ… પણ મોટા સંકટો માં તો ‘પિતા’ જ સંભાળે છે ને!


‘પિતા’ એક વટવૃક્ષ સમાન છે જેના શીતળ છાયડામાં આખો પરિવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવે છે.

હિમાંશુ ભટ્ટ  તેના ‘પિતા’ પ્રત્યેની લાગણીઓ નીચેની કવિતા વડે જણાવે છે:

Gujarati Jokes 278ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો.

ખોળામાં લો, બેસો મને સપના ગણાવો !

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો !

મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો…

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી;

મારા તમે બે હાથમાં દુનિયા સમાવો !

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના,

કાંટા અને આજે મને પુષ્પો બતાવો !

માણી શકું હું જિંદગીને મારી રીતે,

ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો !

લોકો કહે છે ગાય જેવી દિકરી હો,

ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો !

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા,

વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો !

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી…

કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …!!

ટીપ્પણી