પાલક રીંગણ નું શાક :

2013-06-11 13.44.07પાલક રીંગણ નું શાક :

સામગ્રી :

૨૫૦ ગ્રામ: સમારેલા નાના રીંગણ

૩૦૦ ગ્રામ: સમારેલી પાલક ની ભાજી

૧ નાની ચમચી: ખમણેલું લસણ

૨ મોટી ચમચી: તેલ

૧/૪નાની ચમચી: મેથી ના દાણા

૧/૨ નાની ચમચી: રાય

૧/૨ નાની ચમચી: જીરું

૧/૪ નાની ચમચી : હીંગ

૧ નાની ચમચી: મરચું પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

૧/૨ નાની ચમચી ખાંડ

૧/૨ નાની ચમચી: હળદર

૧ મોટી ચમચી: ધાણાજીરું

રીત:

એક કડાઈ માં તેલ ગરમ મુકવું, તેલ આવી જાય પછી તેમાં મેથી દાણા નાખવા આ દાણા જરા લાલ થઇ પછી રાય, જીરું, હીંગ નાખવા,

આ બધું તતડે પછી તેમાં પાલક નાખવી બરાબર મિક્ષ્ કરી લસણ અને રીંગણ નાખી બધા મસાલા નાખવા ત્યાર બાદ બધું બરાબર મિક્ષ્ કરી ઢાંકણ ઢાકી ૪-૫ મીનીટ થવા દેવું,

ઢાંકણ ખોલી જરા વાર ફરી થવા દેવું…

પછી ગરમા ગરમ પીરસવું બાજરી ના રોટલા સાથે..

રસોઈની રાણી : રાધિકા થાનકી

ટીપ્પણી