પાગલ પ્રોફેસર અને વિદ્યાર્થીઓ

4754_joke-2

 

પાગલ પ્રોફેસર અને વિદ્યાર્થીઓ

પ્રોફેસર, વિદ્યાર્થીઓનેઃ એક પ્લેટફોર્મ બે કિલોમીટર લાંબુ છે.

જોરદાર તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે

60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન આવી અને દિલ્હીથી મુંબઇ તરફ ગઇ

તો સવાલ એ છે કે મારી ઉંમર કેટલી છે?

બધા વિદ્યાર્થીઓ એકબીજાનું મોઢું જોવા માંડ્યા

એક વિદ્યાર્થીએ જવાબ આપવા માટે હાથ ઉપર ઉઠાવ્યો

વિદ્યાર્થીઃ સર તમારી ઉંમર 42 વર્ષ છે

પ્રોફેસરઃ વેરી ગુડ

પણ તે આની ગણતરી કેવી રીતે કરી?

વિદ્યાર્થીઃ સર અમારા પડોશમાં એક વ્યક્તિ રહે છે અને તે અડધો પાગલ છે અને તેની ઉંમર 21 વર્ષ છે…..

 

ટીપ્પણી