પટેલ કીધા એટલે પૂરું!!

Gujarati Jokes 272ન્યુયોર્ક શહેરનો એક પટેલ બેંકમાં લોન લેવા માટે ગયો….

ત્યાં બેઠેલા ઓફિસરને તેણે કહ્યું,

ધંધા માટે હું ૨ અઠવાડિયા માટે યુરોપ જાવ છું તે માટે મારે ૫૦૦૦ ડોલરની લોન જોઈએ છે.

બેંક ઓફિસર :

તમારે તે માટે અમને કઈક સિક્યોરીટી આપવી પડે.

પટેલે પોતાની રોલ્સ-રોય્સ ની ચાવી કાઢીને આપી અને કહ્યું,

ત્યાં નીચે બેંકની સામે જ પડી છે.


બધા જ પુરાવાઓ ચેક થઇ ગયા, બેંક લોન આપવા માટે તૈયાર થઇ ગઈ.

બેંક ના એક માણસે પટેલની ગાડીને બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરી.

બે અઠવાડિયા બાદ પટેલ પાછો આવે છે અને ૫૦૦૦ ડોલર ઉપરાંત ૧૫.૪૧ ડોલર વ્યાજ ચુકવે છે.


બેંકના ઓફિસરે કહ્યું કે,

તમારી સાથેનો અમારો અનુભવ બહુ જ સરસ રહ્યો પરંતુ એક વાત ના સમજાણી, જયારે તમે યુરોપ ગયા ત્યારે અમે જયારે ચેક કર્યું તો ખબર પડીકે તમે તો અબજોપતિ છો અને તેમ છતાં ૫૦૦૦ ડોલરની લોન લેવા કેમ આવ્યા?

પટેલે જવાબ આપ્યો,

ન્યુયોર્ક શહેરમાં ૧૫ ડોલરમાં મને મારી રોલ્સ-રોય્સ કોણ પાર્ક કરવા આપે ?  😎

ટીપ્પણી