નેશનલ એજ્યુકેશન ડે – ૧૧ નવેમ્બર

Gujarati Jokes 319૧૧ નવેમ્બરનો દિવસ એટલે ડો. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ દિવસ.

તેઓ એક મહાન શિક્ષણ શાસ્ત્રી, તત્વદર્શી ધર્મગુરુ, રાષ્‍ટ્રવાદી રાજપુરુષ, તેજસ્વી પત્રકાર અને  ભારતની સ્વતંત્રતાના મહાન નેતા હતા.

૧૧ નવેમ્બરનો દિવસ દર વર્ષે ‘નેશનલ એજ્યુકેશન ડે’ તરીકે મનાવાય છે.

આ દિવસે સ્કૂલોમાં રજા હોતી નથી.

આ વખતે આપણા પ્રધાન મંત્રી મનમોહન સિંહ ‘નેશનલ એજ્યુકેશન ડે’ ની ઉજવણીમા મુખ્ય મહેમાન તરીકે જવાના છે.


થોડું મૌલાના અબુલ કલામ આઝાદના જીવનવિષે :

નાની વયે જ ગાઢ વિદ્વતા, કુશાગ્ર બુદ્ધિમત્તા તથા તેજસ્વી લખાણથી માનભર્યું સ્થાન પ્રાપ્‍ત કરનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો.

તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું.

“આઝાદ” તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.

દશ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉર્દૂનું જ્ઞાન પહેલેથી જ હતું.

ભારતમાં કલકત્તામાં વસી તેમણે વાચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી.

વિશાળ વાચન અને તલસ્પર્શી અવલોકનોને કારણે ૧૪ વર્ષની અલ્પ વયે જ ‘લિસાનુસ્સિદ્દક‘ (સત્યની વાણી) નામનું પત્ર શરૂ કર્યું.

કવિતાનો શોખ હોવાથી મુશાયરા તથા કવિબેઠકોમાં ભાગ લેતા.

ઈ. ૧૯૦૫માં ઇજિપ્‍તમાં કેરોના અલ-અઝહાર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા.

અરબી તથા ફારસી ભાષા ઉપરાંત ઇસ્લામ ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પારંગત થયા.

ઈ. ૧૯૦૯માં પિતાનું મૃત્યુ થતાં ઇસ્લામનું ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી રહેવાનો નિર્ણય લીધો.

તેમણે ‘અલ હિલાલ‘ (બીજનો ચંદ્ર) નામનું સાપ્‍તાહિક કાઢી ભારતના મુસલમાનોને સ્વરાજપ્રાપ્તિ માટે તૈયાર કર્યાં.

સરકારે એ પત્ર બંધ કરાવતાં તેમણે બીજું પત્ર શરૂ કર્યું.

સરકારે તેનું પ્રકાશન પણ બંધ કરાવી કેટલાંયે રાજ્યોમાં આઝાદની પ્રવેશબંધી ફરમાવી.

છેવટે તે નજરકેદ થયા.

તેમણે શરૂ કરેલ કાર્યવાહીથી ખુશ થઈ લાહોરની હજાર ઉપરાંતની ઉલેમાઓની સભામાં તેમને ઈમામ નીમવાનો ઠરાવ થયો.

ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્‍કાર કરવામાં આગેવાની લીધી. – પરિણામે એક વર્ષની જેલની સજા થઈ.

સજા પૂરી કરી ‘ફેરવાદી‘ અને ‘નાફેરવાદી‘માં કૉંગ્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો.

ત્યાર પછી તે કૉંગ્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉંગ્રેસના ભાગલા થતા બચી ગયા.

ત્યારથી શરૂ કરી જીવનના અંત સુધી અનેક રીતે તેમણે રાષ્‍ટ્રસેવા બજાવી.

પણ મૌલાનાનું પ્રિય સ્થાન હતુ: પોતાનું પુસ્તકાલય.

તેઓ વાચન કે લેખનમાં મગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા.

તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ પ્રાચ્યવિદ્યાવિદ્દ અને ભાષાશાસ્ત્રી હતા.

તેમનું વક્તવ્ય પણ ઝમકદાર અને સચોટ હતું. તેમની રહેણીકરણી અતિ સાદી હતી.


આવા શિક્ષણવિદના જન્મદિને શુ આપણે વિચારી પણ શકીયે ખરા કે , “રોટી, કપડા અને મકાન” ની સાથે દેશમાં મૂળભૂત જરૂરિયાત તરીકે “શિક્ષણ” પણ હોય ?

ટીપ્પણી