દૂધી અને દાલના વડાં :

8578_r-2

 

દૂધી અને દાલના વડાં :

* સામગ્રી :

– 500 ગ્રામ છીણેલી દૂધી,

– 1 ટી સ્પૂન લસણ (ઝીણું સમારેલ),

– અડધી ટી સ્પૂન આદુ (ઝીણું સમારેલ),

– 1 ટી સ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં,

– 1 ટેબલ સ્પૂન કોથમીર,

– 1 ટેબલ સ્પૂન ફૂદીનો,

– 1 ટી સ્પૂન ચાટમસાલા,

– 2 ટેબલ સ્પૂન સોયાબીનના ગ્રેન્યુલ્સ (4 ટેબલ સ્પૂન ગરમ પાણીમાં દસ મિનિટ પલાળેલાં),

– 2 ટેબલ સ્પૂન તુવેરની દાળ તથા 2 ટેબલ સ્પૂન ચણાની દાળ (બંને બાફેલી),

– 1 ટેબલ સ્પૂન તેલ,

– 1 ટી સ્પૂન ગરમ મસાલો,

– થોડાં બ્રાઉન બ્રેડના બ્રેડક્રમ્સ.

 

* રીત:

સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. આદુ-લસણને થોડીવાર સાંતળીને દૂધી ઉમેરો અને હલાવો. ગરમ મસાલો, દાળો, સોયાબીન, ચાટ મસાલો, કોથમીર તથા ફૂદીનો ઉમેરો. વ્યવસ્થિત ભેળવીને ધીમા તાપે ચારથી છ મિનિટ સુધી રંધાવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એક સરખા વડા જેવડાં ભાગ પાડીને પહેલેથી ગરમ કરેલાં ઓવનમાં 150 અંશ સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ પકાવો. ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

ટીપ્પણી