દૂધીનો હલવો :

8583_r-5દૂધીનો હલવો :

 

* સામગ્રી :

– 500 ગ્રામ દૂધી – કુમળી

– 2 ટેબલસ્પૂન ઘી

– 300 ગ્રામ ખાંડ,

– 300 ગ્રામ માવો (મોળો)

– 1 / 2 લિટર દૂધ,

– 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી

– 2 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી

– થોડા દાણા એલચી,

– લીલો મીઠો રંગ,

– વેનીલા એસેન્સ.

 

* રીત :

દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ – પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે ચકતાં પાડવાં.

ટીપ્પણી