દારૂડિયાને બોટલતો જોઈએ જ હો ભાઈ!

Gujarati Jokes 330

આજે એક જૂનો અને જાણીતો જોક - અલગ અંદાજમાં...
કહેવાય છેને કે, "Old Wine in New Bottle !"

બે દોસ્તાર હતા. એક દુકાનદાર અને બીજો દારૂડિયો.

એકવાર દુકાનદારે કહ્યુ કે, “યાર! કઈ કામકાજ કરને અને પૈસા કમાઈને ઘર ચલાવ.”

દારૂડિયો : “મને કોઈ કામ નથી આવડતું, એવું હોય તો તું શિખવાડને.”

દુકાનદાર : “ઠીક છે! હું તને શીખવું છું કે દુકાન કેમ ચલાવી અને ચીજ વસ્તુ કેમ વેંચવી. તું ગ્રાહક બનીને આવ અને વસ્તુ માંગ.”

દારૂડિયો ગ્રાહક થઈને આવે છે અને કહે છે, “ભાઈ સાહેબ એક બોટલ ઘઉં આપજો ને!”

દુકાનદાર : “અરે યાર! એમ ના બોલાય ઘઉં કઈ બોટલમાં ના આવે એ તો અનાજ છે. જા પાછો અને બીજી વસ્તુ માંગ.”

દારૂડિયો પાછો આવે છે, “ એ ભાઈ, બાજરાનો લોટ આપોને બોટલમાં”

દુકાનદાર : “અરે ડોબા! તને તો ગ્રાહક પણ બનતા નથી આવડતું. આવી બધી વસ્તુઓ બોટલમાં ના હોય કઈ! તું દુકાનમાં બેસ હું તને બતાવું કે વસ્તુ કેમ મંગાય ચાલ હવે હું ગ્રાહક બની ને બતાઉં.”

હવે દારૂડિયો દુકાનમાં બેસે છે અને પેલો મિત્ર ગ્રાહક બની આવે છે, “ એ ભાઈ એક કિલો ચોખા આપજો ને”

દારૂડિયો : “હા આપું છું, બોટલ આપો !”


ટૂંકમાં, દારૂડિયાને બધે “બોટલ” જ જોઈએ! – જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ


સૌજન્ય : મનીષભાઈ ચૌહાણ

ટીપ્પણી