દાદાનું ચિત્ર!

Gujarati Jokes 292એક ભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે તેણે એક સરસ મજાનું ચિત્ર જોયું.

એક ભાઈ હાથમાં બંદૂક રાખીને ઊભા હતા!

તેમને ગમ્યું એટલે તેઓ દુકાનમાં ખરીદવા ગયા. તેનો ભાવ રૂપિયા ૫૦૦ હતો.

પરંતુ તેના ખિસ્સામાં ફક્ત ૪૦૦ રૂપિયા જ હતા.

તેઓ બીજા દિવસે ત્યાં ગયા પરંતુ તે ચિત્ર વેચાઈ ગયું હતું…..  🙁

તેઓ થોડાક નિરાશ પણ થયા. 🙁

થોડા દિવસો બાદ તેઓ તેમના મિત્રને ત્યાં ગયા…..

તેમણે જોયું કે પેલું ચિત્ર ત્યાં હતું.

તેમણે તો પૂછ્યું કે ચિત્ર કોનું છે?

તેમના મિત્રે જવાબ આપ્યો કે “મારા દાદાનું છે.”

પેલા એ જવાબ આપ્યો કે,

“૧૦૦ રૂપિયા ઓછા પડ્યા, નહિ તો એ મારા દાદા હોત !” 🙄

સૌજન્ય : અલ્પેશભાઈ પાઠક

ટીપ્પણી