ડ્રાઇવીંગ કરતી વખતે કોના થી વિશેષ કાળજી રાખશો ??

181279_469219796505684_939116547_n

 

“મિત્રો આ લિસ્ટ મે માર્ક કરી ને બનાવ્યુ છે,અમુક મારા અનૂભવો છે,હવે આપ જ આ વાંચી ને કહો કે આ સાથે તમે સહમત છો કે નહિ”..

આ લિસ્ટ મા……………..

પહેલો નંબર આવે છે મહીલાઓનો, કારણ કે જ્યારે મે કોઇ મહીલા ને ડ્રાઇવીંગ કરતા જોયા છે તે હંમેશા જજમેન્ટ વગર જ ડ્રાઇવીંગ કરે!! કોઇ નિર્ણય ના લઈ શકે!! મોટાભાગ ની મહીલાઓ આવુ જ ડ્રાઇવીંગ કરે છે.!! અને જો ભુલ થી કોઇ પુરુષ મહીલા સાથે ટકરાય તો તો પુરુષ નુ આવીબન્યુ બોસ,

આવુ બધાને લાગુ નથી પડતુ પાછુ.!! અમુક પાછા સારુ ડ્રાઇવીંગ પણ કરે છે,આજે ઘણી મહીલા પાયલોટ પણ છે,પણ મોટાભાગે આવુ જોવા મલે છે.

બીજો નંબર આવે છે વ્રુધ્ધો નો, કારણ કે એક તો આંખે બરાબર દેખાતુ ના હોય,શરીર ના તમામ અંગો રિટાયર્ડ થઇ ગયા હોય,ડ્રાઇવીંગ કરતી વખતે કોઇ સચોટ નિર્ણય લઇ શકે નહિ,બીજી વસ્તુ કે તેમની ગતી, આમા પણ બધા વ્રુધ્ધો ની વાત નથી ચાલતી,ઘણા વ્રુધ્ધો સારુ તથા કુશળ ડ્રાઇવીંગ પણ કરે છે,અને મે તો ઘણા ને એવી રીતે ડ્રાઇવીંગ કરતા જોયા છે કે જાણે નવયુવાન ડ્રાઇવીંગ કરતો હોય,પણ અમુક એવુ ડ્રાઇવીંગ કરે કે બીજો વ્યક્તી ડરી જાય….

ત્રીજો નંબર આવે છે બાળકો નો, કારણ કે એક તો ટાબરીયા ઓ નવુ નવુ વાહન ચલાવતા શીખ્યા હોય,એ તો કઇ ન સમજે પણ બીજા ને કન્ફયુસ કરી નાખે ડ્રાઇવીંગ કરવામા અને સાલા અડી જાય તોય એમને તો કઇ નઇ પણ આપણ ને તકલીફ..

ચોથો નંબર આવે છે ફોમ્મ મા આવેલા શટલ રિક્શા વાળાઓ તથા લોડિંગ રિક્શા વાળાઓ નો કારણ કે શટલ રિક્શા વાળાઓ તેમનુ મ્યુઝીક સિસ્ટમ વગાડતા એવી રીતે જતા હોય કે જાણે કોઇ એમ્બ્યુલન્સ ઇમરજંસી મા જતી હોય,અને પાછી સ્ટાઇલ તો એવી કે જાણે પોતે કોઇ ઈમ્પોર્ટેડ ગાડી લઇ ને જતો હોય,જેમ કે બીએમડબલ્યુ,મર્સિડીઝ,ઔડી..અને લોડીંગ રિક્શા વાળા તો આપણ ને બીવડાવીને જ ચલાવતા હોય કે જાણે સામે વાળાને તો ઉડાવી જ દઊ..

પાંચમો નંબર આવે છે કલરીયાઓ નો,એટલે કે બાઇક લઇ ને સ્ટાઇલ મારવા વાળા સ્ટંટમેનો નો

કારણ કે એ લોકો ક્યાથી આવે છે અને ક્યા જાય છે તે તો બાજુમા ચાલતા વાહન ચાલક ને પણ નથી ખબર હોતી,મારા હારા સાપ ની જેમ બાઇક ને ચલાવે અને સ્ટંટ તો પાછા એવા કરશે ને કે એ ને જોઇ ને બીજા લોકો ડરી જાય..

આ બધુ લિસ્ટ બધાને લાગુ નથી પડતુ પાછુ એટલે ખોટુ ન લગાડતા પાછા, આ તો મે જોયેલા દ્રશ્યો વર્ણવુ છુ,આ સાથે મારો સંદેશ એટલો જ છે કે ડ્રાઇવીંગ કરતી વખતે સાવચેતી રાખો, ટ્રાફિક ના નીયમો નુ પાલન કરો, જેથી કરીને કોઇ અકસ્માત નો ભોગ ન બનીએ….

– અંકુર પટેલ

ટીપ્પણી