ટેસ્ટી દૂધી-કોબીજ બોલ્સ :

8585_r-9

 

ટેસ્ટી દૂધી-કોબીજ બોલ્સ :

 

* સામગ્રી :

– 1 નંગ બાફેલું બટાકુ

– 1 કપ પનીરનું છીણ

– 1 કપ કોબીજનું છીણ

– 1 કપ દૂધીનું છીણ

– 3-4 નંગ લીલા મરચાં

– 1 ટેબલ સ્પૂન જીરું

– 2 ટેબલ સ્પૂન આજીનો મોટો

– 1 ટેબલ સ્પૂન ઘી

– 1 કપ સમારેલી કોથમીર

– 1 કપ ચણાનો લોટ

– 1/2 ટેબલ સ્પુન લાલ મરચું

– મીઠું સ્વાદઅનુસાર

– તેલ – તળવા માટે

 

* રીત :

એક કડાઇમાં ઘી ગરમ કરીને જીરાનો વઘાર કરો. તેમાં છીણેલી કોબીજ, દૂધી અને આજીનો મોટો નાખીને થોડો સમય ચડવા દો. એ પછી તેમાં બાફેલાં બટાકાને છુંદીને અને છીણેલું પનીર, લીલા મરચાં, કોથમીર અને મીઠું ઉમેરીને મિકસ કરો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને ગોળ આકાર આપો. હવે ચણાના લોટમાં લાલ મરચું અને મીઠું નાખી પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. બોલ્સને તેમાં બોળીને તેલમાં તળો. બદામી રંગના થાય ત્યાં સુધી તળી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

ટીપ્પણી